અતિશય માથામાં ખંજવાળ આવે છે તો ખાસ અજમાવો આ ઉપાય
શરીરના વિવિધ ભાગોમાં ખંજવાળ આવે છે. મોટાભાગે લોકો આ સમસ્યાથી પીડાઇ રહ્યા છે. ખાસ કરીને માથામાં ખોડો થવાના કારણે લોકોને માથામાં ખંજવાળ આવે છે. તે સિવાય માથામાં ખંજવાળ આવવાનું એક બીજુ કારણ પણ છે. એ કારણ છે વાળમાં વધારે પડતુ તેલ નાખવું. વધારે પડતા તેલના કારણે વાળમાં ધુળના નાના-નાના રજકણો ભરાઇ જાય છે. જેના કારણે ખંજવાળ આવે છે. આજે અમે તમને કેટલીક એવી સહેલી વસ્તુઓ અંગે જણાવીશુ જેની મદદથી તમે આ સમસ્યાને દૂર કરી શકો છો.
– તમારા માથા માટે નારિયેળ તેલ એક પરફેક્ટ મોઇશ્ચરાઇજર તરીકે કામ કરે છે. થોડૂક નારિયેળ તેલ એક બાઉલમાં લઇને તેને નવશેકુ ગરમ કરી લો અને આ તેલને આખા માથામાં હળવા હાથે માલિશ કરી લો, આમ કરવાથી તમારા માથામાંથી ખંજવાળ દૂર થવાની ખોડાની સમસ્યાથી પણ રાહત મળી શકે છે.
– એક લીંબુનો રસ નીકાળી લો. ત્યાર બાદ તેને તમારા આખા માથામાં લગાવી લો અને 10-15 મિનિટ માટે રાખી મૂકો, ત્યાર પછી તેને પાણીથી ધોઇને શેમ્પુ કરી લો. આવું અઠવાડિયામાં એક-બે વખત કરી શકો છો. વાળમાં ચમક આવવાની સાથે ખંજવાળ પણ દૂર થઇ શકે છે.
– સફરજનનું વિનેગર અને પાણી સરખા પ્રમાણમાં મિક્સ કરી લો અને આ પાણીથી માથામાં બરાબર મસાજ કરો. સફરજનના વિનેગરમાં રહેલા મૈલિક એસિડમા એન્ટી-બેક્ટેરિયલ તત્વ હોવાના કારણે માથાની દરેક બીમારીઓ દૂર રહે છે
– એક ડુંગળી લો અને તેને પીસીને તેનો રસ નીકાળી લો. રૂની મદદથી તેને એક સરખા પ્રમાણમાં માથામાં લગાવી લો અને 20 મિનિટ માટે રાખી મૂકો તેનાથી તમારી સ્કેલ્પ ઇન્ફેક્શન ફ્રી રહે છે અને ખંજવાળની સમસ્યાથી પણ રાહત મળે છે.