એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરે જ વાળ કરો સ્ટ્રેટ
પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવા માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી બાદમાં કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે. આજે અમે તમને વાળને સ્ટ્રેટ કરવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી તમે કોઇપણ નુકસાન વગર વાળને સ્ટ્રેટ અને સુંદર બનાવી શકશો.
દૂધ અને મધનો હેરમાસ્ક
એક બાઉલમાં દૂધ અને મધ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે વાળને થોડાક -થોડાક ભાગમાં અલગ કરી લો અને તૈયાર હેર માસ્ક લગાવી લો. ત્યાર પછી વાળને શાવર કેપથી 2 કલાક કવર કરી રાખો અને બાદમાં તેને શેમ્પુ અને ઠંડા પાણીની સાથે ધોઇ લો.
ચોખાનો લોટ અને ઇંડા
સૌ પ્રથમ એક બાઉલમાં ઇંડાનો સફેદ ભાગ, 5 ચમચી ચોખાનો લોટ અને અડધો કપ દૂધને બરાબર મિક્સ કરી લો. આ માસ્કને એક કલાક વાળ પર લગાવી રાખો. ત્યાર પછી વાળને સાદા પાણીથી ધોઇ લો. આમ કરવાથી તમારા વાળને તમે સ્ટ્રેટ અને સિલ્કી કરી શકો છો.