દાંતની પીળાશ દૂર કરવા માટે અસરકારક છે આ 4 વસ્તુ
દાંત ચહેરાની સુંદરતાને વધારવાનું કામ કરે છે. પરંતુ ગુટખા,તમાકું, સિગારેટ, દારૂ, વધારે ગળ્યું ખાવાથી, ધૂમ્રપાન કરવાથી, બ્રશ કર્યા વગર ખાવાથી. રોજ દાંત સાફ ન કરવાથી દાંતમાં પીળાશ આવી જાય છે. દાંતની ચમક પરત લાવવા માટે અને પીળાશ દૂર કરવા માટે લોકો કેટલાક ઉપાય કરે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી એવામાં કેટલીક ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરવાથી દાંતને મોતીની જેમ ચમકાવી શકો છો. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ અંગે જણાવીશુ જેનાથી દરેક સમસ્યાથી રાહત મળી શકે છે.
કોલસા
કોલસો પણ દાંત ચમકાવવાનું કામ કરે છે. સૌ પ્રથમ એક કોલસો લો અને તેને યોગ્ય રીતે પીસી લો હવે રોજ દાંત પર તેનાથી મંજન કરો તેના કણ પીળાશ દૂર કરીને દાંત ચમકાવી દેશે.
બેકિંગ સોડા
બેકિંગ સોડા દાંતની પીળાશ દૂર કરવા અને ચમકાવવાનું કામ કરે છે. ટૂથબ્રશ કર્યા પછી બેકિંગ સોડાને દાંત પર રગડો. સતત થોડાક દિવસ આ ઉપાય કરવાથી દાંતમાં એકદમ ચમક આવી જશે.
લીંબુ
લીંબુમાં કુદરતી બ્લિચીંગના ગુણ રહેલા છે. તેના દાંત પર રગડવાથી પણ દાંત સફેદ દુધની જેમ ચમકવા લાગે છે. લીંબુના રસમાં થોડૂક મીઠું મિક્સ કરીને મસાજ કરો.આમ બે અઠવાડિયા આ ઉપાય રોજ કરવાથી દાંચ ચમકવ લાગશે.
લીમડો
લીમડામાં દાંતને સફેદ બનાવવા તેમજ બેક્ટેરિયાને ખતમ કરવાના ગુણ રહેલા છે. જે કુદરતી એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક છે. રોજ લીમડાના દાંતણથી દાંત કરવાથી તેમાથી પીળાશ દૂર થઇ જાય છે.