બ્યુટી

પગમાં પડેલા વાઢિયા સહિતની સમસ્યાને ચપટીમાં કરો દૂર

શિયાળામાં ખાસ કરીને ઘણાં લોકોને વાઢિયાની સમસ્યા રહે છે. કેટલીક વખત તો પગની એડીના આ ચીરા એટલા મોટા થઇ જાય છે કે તેમાથી લોહી નીકળવા લાગે છે. જેને લઇને તમે ચાલી પણ શકતા નથી. પગમાં પડેલા ચીરાને કારણે તમે માર્કેટમાં મળતી કેટલીક ક્રીમો તેમજ લેપ લગાવો છો છતાં પણ કોઇ ફરક જોવા મળતો નથી. આજે અમે તમારા માટે કેટલાક એવા ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેને તમે અજમાવી શકો છો.

– જો પગે વાઢિયા પડયા હોય તો લીમડાનું તેલ અને તલનું તેલ મિક્સ કરી પગે તેની માલિશ કરવાની વાઢિયા મટે છે.
– આમળાં અને હળદર બંને સમાન ભાગે લઈ દરરોજ પીવાથી ત્વચાનો રંગ ગોરો બને છે અને કોઈ ચામડીના રોગો પણ થતા નથી.
– હળદર તથા જાયફળને દૂધમાં ઘસી આંખ નીચે લગાવવાથી આંખના કાળા કુંડાળાં દૂર થાય છે.
– એલોવેરાનો પલ્પ કે રસ સ્કિન પર લગાવી રાખવાથી સ્કિનને તડકા સામે રક્ષણ મળે છે.
– ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા લીંબુના રસમાં ગુલાબજળ મિક્સ કરી ડાઘ પર ઘસો.
– મેથીના છ-સાત દાણા રોજ રાતે સૂતી વખતે પાણી સાથે લેવાથી ત્વચા ગોરી બને છે અને કબજિયાત પણ મટે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button