Sports

એશિયા કપ માટે BCCIએ કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિવસે પાકિસ્તાન સાથે રમશે મેચ

આપણે બધા જાણીએ છીએ કે એશિયા કપ 2023ના સ્થળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને હજુ પણ આ વિવાદ હજુ અટક્યો નથી. હજુ પણ તેને લઈને ચર્ચા ચઆલી રહી છે. એવામાં આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે BCCIએ શુક્રવારે સવારે એક મોટી જાહેરાત કરી છે.

જણાવી દઈએ કે બોર્ડે આગામી ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે 14 સભ્યોની મુખ્ય ટીમની પસંદગી કરવામાં આવી છે. આ સાથે બીસીસીઆઈ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ લીગ તબક્કામાં ત્રણ મેચ રમશે. જેમાંથી એક મેચ પાકિસ્તાન સામે પણ રમાશે.

અંહિયા મહત્વની વાત એ છે કે BCCIએ પુરુષોના એશિયા કપ માટે આ ટીમ જાહેર કરી નથી. હાલ બોર્ડે મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે ભારત A ની ટીમ અને મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ માટે ટીમમાં 14 ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. જણાવી દઈએ કે ભારતીય ટીમ 13મી જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ દરમિયાન 17 જૂને ટીમ પાકિસ્તાન સામે પણ મેચ રમશે.ટીમ ઈન્ડિયાની સંપૂર્ણ ટીમ
શ્વેતા સેહરાવત (કેપ્ટન), સૌમ્ય તિવારી (વાઈસ-કેપ્ટન), ત્રિશા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટિલ, કનિકા આહુજા, ઉમા ક્ષેત્રી, મમતા માડીવાલા , તિતાસ સંધુ, યશશ્રી એસ, કશ્વી ગૌતમ , પાર્શ્વી ચોપરા, મન્નત કશ્યપ, બી અનુષા

જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ હોંગકોંગમાં રમાશે. આ માટે ટીમોને બે ગ્રુપ A અને Bમાં રાખવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર ટીમો છે. ગ્રુપ બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મલેશિયા અને UAE ને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે. આ મેચ 12મી જૂનથી શરૂ થઈ રહી છે અને ફાઇનલ મેચ 21 જૂને રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button