21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ, જાણો શું છે કારણ
21 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર વચ્ચે પાંચ દિવસ સુધી બેંકો બંધ રહેશે. ઓલ ઈન્ડિયા ઓફિસર કન્ફેડરેશનના આહવાન પર 21 ડિસેમ્બરના રોજ
દેશભરના બેંકકર્મીઓ હડતાળ પર જઈ રહ્યા છે.
બેંકકર્મી પોતાની માંગો સાથે હડતાળ પર બેસશે. કેન્દ્રની નીતિના વિરોધમાં દેશભરના બેંકકર્મી હડતાળ પર રહેશે. 21 ડિસેમ્બરે બેંકોની હડતાળ છે તેમજ 22 ડિસેમ્બરે ચોથો શનિવાર છે જેના કારણે બેંક બંધ રહેશે.
21 ડિસેમ્બરથી 5 દિવસ સુધી બેંકિંગ સેવા રહેશે ઠપ્પ
20 ડિસેમ્બર પહેલા પતાવી દો પોતાનુ ક્મ
23 ડિસેમ્બરે રવિવાર છે જેના કારણે બેંકોમાં રજા રહેશે. 24 ડિસેમ્બરે બેંકોની શાખાઓ ખુલશે પરંતુ સતત ત્રણ દિવસો બાદ બેંક ખુલવાના
કારણે બેંકોમાં ભારે ભીડ હશે. જેના કારણે તમને મુશ્કેલી આવી શકે છે. 25 ડિસેમ્બરે ક્રિસમસની રજા હશે અને બેંક ફરીથી બંધ થઈ જશે.
26 ડિસેમ્બરે યુનાઈટેડ ફોરમ તરફથી ફરીથી બેંકોમાં હડતાળ છે