ઢાકાની કેમિકલ ફેકટરીમાં સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ, 69 લોકોના મોત
બાંગ્લાદેશના પાટનગર ઢાકાના ચૌક બજારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગતા 69ના મોત થયા છે. 41થી વધારે મૃતદેહો મળ્યાં છે. જૂના ઢાકાની એક કેમિકલ ફેક્ટરીમાં બુધવારે મોડી રાતે આગ લાગી હતી. આગની ઝાળ ટૂંક સમયમાં જ નજીકની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. જેમને સારવાર માટે નજીકની સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ પહેલાં 2010માં પણ ઢાકામાં ભીષણ આગ લાગી હતી. તે સમયે બિલ્ડિંગનો ઉપયોગ કેમિકલ વેરહાઉસ તરીકે કરવામાં આવતો હતો. તે સમયે પણ 120 લોકોના મોત થયા હતા. સિલિન્ડરમાં લાગેલી આગ કન્ટેનર સુધી પહોંચી: ફાયર બ્રિગેડના અધિકારી અલી અહમદે જણાવ્યું કે, આગ કદાચ એક સિલિન્ડર ફાટવાના કારણે લાગી હતી. સમગ્ર માહિતી આગ પર કાબૂ મેળવ્યાં પછી જ મળી શકે છે.
પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે કે, સિલિન્ડર ફાટવાના કારણે લાગેલી આગ કન્ટેનર સુધી પહોંચી હશે અને ત્યારપછી તેણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે.