પાર્કમાં નમાજ પઢવા પર પ્રતિબંધ, પોલીસે કંપનીઓને મોકલી નોટિસ
શહેરના એક પાર્કમાં ધાર્મિક પ્રાર્થનાને લઇને પોલીસે કંપનીઓને નોટિસ મોકલી છે. સેક્ટર-58 પોલીસ સ્ટેશનને ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં સ્થિત નોઇડા ઓર્થોરિટી પાર્કમાં પ્રાર્થના અથવા ધાર્મિક આયોજન પર રોક લગાવી દીધી છે.પોલીસે આ એરિયામાં સ્થિત તમામ કંપનીઓને નોટિસ મોકલીને કહ્યું છે કે તેમના કોઇ કર્મચારી જો ઓર્થોરિટીના પાર્કમાં પ્રાર્થના કરતા જોવામાં આવશે તો કંપની જવાબદાર ગણાશે અને તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસનું કહેવું છે કે, જો પાર્કમાં કોઇ પણ પ્રકારનું ધાર્મિક આયોજન કરવું હોય તો ઓર્થોરિટી પાસે મંજૂરી માંગવાની રહેશે. નોઇડાના એસએસપી અજય પાલે જણાવ્યું કે, ઘણા લોકોએ પાર્કમાં પ્રાર્થનાની મંજૂરી માંગી હતી, પરંતુ સિટી મેજિસ્ટ્રેટ ઓફિસમાંથી મંજૂરી આપવામાં આવી નહોતી. તેમ છતાં લોકો ત્યાં પહોંચીને નમાજ પઢતા દેખાયા હતા. તમામ કંપનીઓને નોટિસ મોકલીને એવી જાણકારી આપવામાં આવી હતી અને આ પ્રતિબંધ કોઇ ધર્મ વિશેષ માટે નથી.આ મુદ્દા પર એસએસપી અને ડીએમે બોલાવીને કહ્યું કે, વગર પરમિશને થઇ રહેલી નમાજ, અમે સુપ્રીમ કોર્ટના આદેશના આધારે પ્રતિબંધ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટ 2009ના આદેશ અનુસાર કોઇ પણ સાર્વજનિક સ્થળ પર પરમિશન વગર જઇ શકશે નહીં.
ઓર્થોરિટીના આ પાર્કમાં આસપાસની કંપનીઓ કર્મચારી પહોંચે છે. આસપાસની કંપનીઓના કર્મચારી બપોરના સમયે નમાજ પઢવા માટે આ પાર્કનો ઉપયોગ કરે છે. નોઇડા પોલીસનું કહેવું છે કે આ કદમ એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે જેથી 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોઇ પણ પ્રકારના સાંપ્રદાયિક તણાવ ન રહે તેના માટે લેવામાં આવ્યો છે. અજયપાલનું કહેવું છે કે પોલીસના આશા છે કે, દેશમાં શાંતિ કાયમ બની રહે તેના માટે લોકો પોલીસની સાથ આપશે.