એલોપેથીની સરખામણીએ આયુર્વેદ વધુ અસરકારક: શ્રી ગુરુ ડો બાલાજી તાંબે
એસઓએમ ગ્રુપ અમદાવાદ દ્વારા શ્રી ગુરુ ડો બાલાજી તાંબે નું ‘ આયુર્વેદ- એક વૈજ્ઞાનિક સંસ્કાર’ વિષય પર 15મી ડિસેમ્બરના રોજ સાંજે 6 કલાકે ગુજરાત યુનિવર્સીટી સેનેટ હોલ ખાતે વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક યુગના પ્રખ્યાત આયુર્વેદાચાર્ય ડો બાલાજી તાંબે દ્વારા સ્થાપિત કાર્લા (મહારાષ્ટ્ર) ખાતે સ્થિત ‘આત્મ સંતુલન વિલેજ’ અને ગલાયસન (જર્મની)ખાતે સ્થિત ‘સંતુલન ઓમ ક્યોર સેન્ટર’ દુનિયાભર માં પંચકર્મ અને સંતુલન થેરાપી માટે પ્રસિદ્ધ છે.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=X0vBYC0t6_Q[/youtube]
ડો બાલાજી તાંબે એ જણાવ્યું કે ” હું અમદાવાદ ખાતેના મારા વાર્તાલાપ માં લોકો ને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આયુર્વેદ વિજ્ઞાન ની દ્રષ્ટિ એ પુરવાર છે અને કઈ રીતે એલોપેથીની સરખામણીએ આયુર્વેદ વધુ અસરકારક છે. અત્યારે લોકો ના મન માં આયુર્વેદ માટે અનેક પ્રશ્નો છે કે આયુર્વેદ એ ખુબજ ધીમી પ્રક્રિયા છે પરંતુ એવું નથી અમે આ પ્રકાર ના કાર્યક્રમો થકી લોકો ની આ માનસિકતા બદલવા માંગીએ છીએ. આ કાર્યક્રમ માં સમગ્ર ગુજરાત માંથી આયુર્વેદ નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આયુર્વેદ ના શિક્ષકો, અને અનેક જુદી જુદી ફિલ્ડ ના લોકો ઉપસ્થિત રહેશે અંદાજે 2000 થી વધુ લોકો આ કાર્યક્રમ નો ભાગ બનશે.”
હું છેલ્લા 50 વર્ષોથી આયુર્વેદ, પંચકર્મ,બેલેન્સ થેરાપી કરી રહ્યો છું અને શીખવી પણ રહ્યો છું. વાત, પિત્ત, અને કફ ઇનબેલેન્સ થવાથી અનેક પ્રકાર ના રોગો થાય છે ત્યારે બેલેન્સ થેરાપી ની મદદ થી બોડી ડિટોક્સિફાઇડ કરવામાં આવે છે જેના માટે યોગ્ય ડાયટ પ્લાન બનાવવામાં આવે છે અને અનેક રોગો થી બચી શકાય છે પંચકર્મ એ અત્યાર ના સમય માં શ્રેષ્ઠ છે જેના વિષે હું વિસ્તાર માં માહિતી આપવાનો છું. આપણી આવનારી પેઢી કઈ રીતે હેલ્થી રહી શકે તેના પર અમે ધ્યાન રાખી રહયા છીએ.