અયોધ્યા રામ મંદિર મામલો, ત્રણ જજની બનશે નવી બેન્ચ
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીનની માલિકીના વિવાદ પરના કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ જજની નવી બેન્ચની રચના કરવા માટે સુનાવણી ૧૦ જાન્યુઆરી પર હવે મૌકુફ રાખવામાં આવી છે. આ કેસની આગામી ૧૦ જાન્યુઆરીએ શરૂ થનારી નવેસરથી સુનાવણીમાં કેસની આગળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.
૧૦ જાન્યુઆરી પહેલાં આ કેસ માટે નવી બેન્ચની રચના કરવામાં આવશે. આજેે સવારે રામમંદિરના નિર્માણ અંગે દાખલ થયેલી વિવિધ પિટિશનો પર સુનાવણી શરૂ થઇ હતી. હવે નવી બેન્ચ જ નક્કી કરશે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવી જોઇએ કે નહીં. આ કેસ હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. હવે આ બેન્ચ તેને યોગ્ય બેન્ચને રિફર કરશે. નવી બેન્ચ જ તેના પર આગામી સુનાવણી નક્કી કરશે.
રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદના કેસમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી શરૂ કરી હતી. આ કેસ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ લિસ્ટેડ છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ એ પીઆઈએલ પર પણ સુનાવણી કરશે, જેમાં કેસમાં વિલંબ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.