સિવિલ ના ઓડિટોરિયમ હોલ ખાતે આયુષમાન ભારત દિવસની ઉજવણી કરાઇ
આજે આયુષમાન ભારત દિવસ ની ઉજવણી આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા સિવિલ ના ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવી જેમાં રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલની ખાસ ઉપસ્થિતિ સહિત મેયર રીટા પટેલ હેલ્થ વિભાગના અગ્ર સચિવ જયતી એસ રવિ કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા સહિત આરોગ્ય વિભાગ ના મહત્વ ના અધિકારીઓ અને હેલ્થ વિભાગ નો ડોકટર સહિત બીજા કર્મચારીપણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ માં કોંગ્રેસ ના 2 ધારસભ્યો હાજર રહેતા ચર્ચા નો વિષય રહ્યો હતો.
આ કાર્યક્રમ માં નીતિન પટેલ એ આ ઉજવણી સમારોહમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું ઇ-તકતીથી લોકાર્પણ, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન’ હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, ‘MY TECHO’ નું લોકાર્પણ, લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ,૧૦૮ એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે કોંગ્રેસ ના પ્રદ્યુમન સિંહે જણાવ્યું હતું કે મને આમંત્રણ આપવામાં આવ્યું છે તેથી આવ્યો છું. અને ભાજપ માં જોડાવવા ની કોઈ વાત નથી..