અમદાવાદ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ઓગસ્ટ સુધીમાં સી-પ્લેન અમદાવાદ રિવરફ્રન્ટથી શરૂ થશે

મંત્રી ચુડાસમા અને કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ વચ્ચે બુધવારે મોડી સાંજ સુધી હાથ ધરાયેલી બેઠકમાં વિવિધ નિર્ણયો લેવામાં આ‌વ્યા હતા. જે અંતર્ગત સી પ્લેન

સહિત વિવિધ 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવા માટે તા.28 જાન્યુઆરી સુધીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાનું પણ નક્કી કર્યું છે. અમદાવાદથી શિરડી,શનિ-શિંગણાપુર, ત્રંબકેશ્વર જેવા

ધાર્મિક સ્થળો પર જવા માટે અમદાવાદથી ઓઝાર(નાસિક) જવા માટે 70 મુસાફરની ક્ષમતાવાળી ફ્લાઇટ તા. 13 ફેબ્રુઆરીથી આરંભાશે. આ ફ્લાઇટમાં કેન્દ્ર સરકારની રિજનલ એર

કનેક્ટિવિટી યોજના હેઠળ ટિકિટના દર રૂપિયા 2060 રહેશે.

આ સાથે ગુજરાત અને અન્ય રાજ્યના શહેરની કનેક્ટિવિટી માટેના બીજા 13 રૂટ પર ફ્લાઇટ શરૂ કરવાની કામગીરી પણ ઓગસ્ટ-2019 સુધીમાં પૂર્ણ કરવાની નાગરિક ઉડ્ડયન મંત્રી

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ઉપરાંત અમદાવાદથી ઓઝાર(નાસિક)ની ફ્લાઇટ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે.

 
13 રૂટ માટે ફ્લાઇટ

બેલગામથી વડોદરા અને અમદાવાદ
કિશનગઢથી અમદાવાદ
દિલ્હીથી જામનગર
અમદાવાદથી ઉદેપુર-અમરેલી-સુરત-ભાવનગર-રાજકોટ
બેલગામથી સુરત-કિશનગઢ
સુરત-બેલગામ
બેંગલુરુ-જામનગર-હૈદરાબાદ-જામનગર-બેંગલુરુ
હિડનથી જામનગર-ગોવા-જામનગર-હિડન
સુરત-ભાવનગર-મુંબઇ
સુરત-માંડવી
સુરત ઉજ્જૈન
સુરત-લોનાવાલા
એમબીવેલી-સુરત-બારામતી અને સુરત તેમજ અમદાવાદ-ઉજ્જૈન-ઇન્દોર-દાંતિયા-ઇન્દોર-છીંદવાડા-ઇન્દોર-ઉજ્જૈન-અમદાવાદ માટેની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button