ધર્મભક્તિ

સાંજે આરતીના સમયે ઘરમાં વગાડો શંખ, થશે અધધધ ફાયદા

પ્રાચીન ભારતીય ગ્રંથમાં એવા ઉપાય જણાવ્યા છે જેને કરવાથી દુર્ભાગ્ય દૂર થઈને સૌભાગ્ય આવે છે. આ ઉપાયોને કરઆ જેટલું સરળ છે, તેટલા જ વધારે અસરકારક પણ છે. તો આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય જણાવીશુ જેનાથી તમે નકારાત્મકતા દૂર કરી શકો છો.

– રોજ સાંજના સમયે થોડી ધૂપ લોબાન સાથે મિક્સ કરી ગોબરના છાણા પર સળગાવો અને તે ધૂપની આખા ઘરમાં ધૂની આપો. આ ઉપાયથી બધા પ્રકારની નકારાત્મક શક્તિઓ અને ભૂત પ્રેત વગેરે ઘરમાંથી દૂર ચાલ્યા જાય છે.
– એક વાડકીમાં પાણી લઈ તેને બપોરે ત્રણ-ચાર કલાક માટે સૂર્યની રોશનીમાં મૂકી દો. ત્યારબાદ ત્યારબાદ તે પાણીને ભગવાનનું સ્મરણ કરતા આખા ઘરમાં કેરી કે આસોપાલવના પાનથી છાંટી દો. આવુ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થઈ જશે.
– રાત્રે સૂતા સમયે દેશી ઘીમાં ડુબાડેલું કપૂર પ્રગટાવીને સૂઈ જવુ. તેનાથી ખરાબ સપના નહી આવે અને સારી ઉંઘ આવશે.
– સાંજના સમયે ઘરના બધા ખૂણામાં થોડા મીઠુ એક કાગળ પર મૂકી દો. સવારે જલ્દી ઉઠીને આ બધા મીઠાને એકત્ર કરી અને કોઈની સાથે વાત કર્યા વગર કાગળ સાથે કોઈ વહેતા પાણીમાં નાખી દો. એનાથી ઘરમાં સૌભાગ્યના આગમન થાય છે.
– સાંજે આરતીના સમયે ઘરમાં શંખ વગાડો. શંખ દ્વારા ઘરમાં જળ પણ છાંટી શકો છો. એનાથી ઘરનું દુર્ભાગ્ય દૂર ભાગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button