કોડીના આ ટૂચકા તમને રાતોરાત બનાવી દેશે કરોડોપતિ
કોડી સફેદ, ભૂરી અને પીળી તેમજ ચિતકબરી રંગની હોય છે. તેને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કોડી સમુદ્રમાંથી પ્રાપ્ત થાય છે. ખાસ કરીને કોડીનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે કોડીથી તમે માલામાલ પણ બની શકો છો.
તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે તમારા ઘરના મુખ્યદ્વારા પર 11 કોડીઓને લાલ કપડામાં બાંધીને લટકાવી દો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ તમારા ઘરમાં કોઇપણ નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરી શકતી નથી.
મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમની સાથે 11 કોડીઓની પણ પૂજા કરો. આ કોડીને પીળા રંગના કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી લો. આમ કરવાથી લક્ષ્મી માતા હંમેશા તમારી પર પ્રસન્ન થશે અને તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.
જો તમે ખરાબ નજરથી તમારો બચાવ કરવા માંગો છો તો એક પીળા રંગની કોઢીને તમે ગળામાં તાવીજની જેમ પહેરો. આમ કરવાથી કોઇપણ ખરાબ નજર તમારી નજીક આવી શકશે નહીં.