હથેળીના શુક્ર પર્વત પર તલ છે, તો પતિ-પત્ની વચ્ચે થઇ શકે છે ઝઘડા
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીની શુક્ર પર્વત પર સ્થિત તલ ખાસ મહત્વ રાખે છે. હસ્તરેખાના જાણકારો મુજબ કે કોઇ મહિલા કે કોઇ પુરૂષના શુક્ર પર્વત પર તલ હોય તો તેનો તેના પતિ કે પત્નીથી વિવદ રહે છે. આવા લોકો તેમના વૈવાહિક જીવન પર નિર્ણય કરતા સમયે વધારે વિચાર કરવો જોઇએ. હસ્તરેખા નિષ્ણાંત અનુસાર જો મહિલા કે કોઇ પુરૂષની હથેળીના શુક્ર પર્વત પર તલ છે તો તેનો પતિ કે પત્નીથી વિવાદ રહ્યા કરે છે.
મંગળ પર્વત પર તલ
હથેળી પુર બે જગ્યા પર મંગળ પર્વત હોય છે. તેમાથી એક જીવન રેખા જ્યાંથી શરૂ થાય છે તે સ્થાન પર હોય છે. જે લોકોની હથેળી પર આ જગ્યા પર તલ હોય છે તેમના માથામાં ઇજા થવનો પણ ડર રહે છે.
ગુરુ પર્વત પર તલ
આવા લોકો સ્વભાવથી થોડાક કડક હોય છે. જ્યારે બુધની નીચે મંગળ ક્ષેત્રમાં તલ હોય તો તે વ્યક્તિની સંપતીને હાનિ થઇ શકે છે. જો કોઇ વ્યક્તિના ગુરુ પર્વત પર તલ છે તો તે આર્થિક રીતે સમૃદ્ધ હશે.
શનિ પર્વત પર તલ
આવા લોકોના લગ્નમાં કેટલીક અડચણો જરૂર આવે છે. જો શનિ પર્વત પર તલ હોય તો આવા વ્યક્તિ ધનવાન હોય છે જોકે આવા લોકોએ વીજળી અને આગથી દૂર રહેવું જોઇએ. આ લોકોના જીવનમાં પૈસાની કોઇ કમી હોતી નથી. હથેળી પર સૂર્ય પર્વત પર તલ હોવાનો મતલબ છે કે તે વ્યક્તિ તેના જીવનમાં ક્યારેક અપમાનનો સામનો કરવો પડી શકે છે.