Site icon Time News

અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના, કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

Assam Train Derailment: અસમમાં મોટી ટ્રેન દુર્ઘટના ઘટી છે, અસમના ડિગારુ નજીક મિઝોરમથી કોલકાતા જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં અસંખ્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગેની જાણ થતાં જ રેલવે તંત્ર અને સ્થાનિક પ્રશાસને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

મળતી વિગતો મુજબ, મિઝોરમથી ઉપડીને કોલકાતા તરફ જઈ રહેલી કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસ ટ્રેન અસમ ક્ષેત્રના ડિગારુ નજીક પહોંચી ત્યારે અચાનક ડબ્બા ડીરેલ થઈ ગયા હતા. એન્જિન સહિત સાત ડબ્બા પાટા પરથી ઉતરી જતાં જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહત ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કોચમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને રેલ વ્યવહાર પુનઃ શરૂ કરવાના પ્રયાસો ચાલુ છે.

Exit mobile version