અરુણાચલ પ્રદેશ દરેક ઘરમાં અમે વીજળી પહોંચાડીશું. ગરીબ ખેડૂતોના બેન્ક ખાતામાં દર વર્ષે રૂ. 6,000 જમા કરાવીશું: વડાપ્રધાન મોદીએ
વડાપ્રધાન મોદી બે દિવસ માટે પૂર્વોત્તર યાત્રા પર છે, જ્યાં નાગરિકતા સંશોધન બિલ 2016ના વિરોધ વચ્ચે તેઓ વડાપ્રધાન શુક્રવારે સાંજે ગુવાહાટી પહોંચ્યા હતા ત્યારે આસામ સ્ટૂડન્ટ યૂનિયને
કાળા ઝંડા બતાવીને બિલના વિરોધમાં નારેબાજી કરી હતી. સાથે જ શનિવારે પણ જ્યારે મોદી અરુણાચલ પ્રદેશ જવા નીકળ્યા ત્યારે ફરી એક વાર વડાપ્રધાન મોદીને કાળા ઝંડા બતાવવામાં આવ્યા
હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં જન સભા સંબોધી હતી. અને અહીં તેમણે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશએ દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનો
અને ભારતની સુરક્ષાનો ગેટ-વે પણ છે. આ વર્ષે અમારી સરકાર બજેટમાં ખેડૂતો માટે એક ખાસ યોજના લાવી છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ બીજેપી સરકાર કરશે. અમારી સરકાર વિકાસની
પંચધારા પર કામ કરી રહી છે. એટલે કે બાળકોને અભ્યાસ, યુવકોને રોજગારી, વૃદ્ધોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન-જનની સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. દરેક ઘરમાં અમે
વીજળી પહોંચાડીશું. જેમાં ગરીબ ખેડૂતોના બેન્ક ખાતામાં દર વર્ષે રૂ. 6,000 જમા કરાવીશું. અહીં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની સાથે સાથે અમારી સરકાર પાવર જનરેશ ઉપર પણ જોર આપી
રહી છે. આજે 110 મેગાવોટના હાઈડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે.અને નવા એરપોર્ટ બનવાથી લઈને નવી રેલ લાઈન આવવાથી દેશ-વિદેશના ટૂરિસ્ટોની સંખ્યામાં પણ
વધારો થઈ શકે છે.ટૂરિસ્ટો વધતાં યુવકોને પણ રોજગારી મળી શકશે. ગુવાહાટી પહોંચેલા પીએમ મોદી શનિવારે સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશ અને ત્યારબાદ ત્રિપુરામાં ઘણી યોજનાઓનો
શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. અહીં તેઓ જનસભા પણ સંબોધશે.