મનોરંજન
ગેરકાયદેસર દારૂ રાખવા મામલે અરમાન કોહલીની ધરપકડ, થઇ શકે છે 3 મહિનાની જેલ
ફિલ્મ એક્ટર અરમાન કોહલીની મુંબઇનાં બાન્દ્રા એક્સાઇઝ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાન્દ્રા એક્સાઇઝ વિભાગને બાતમી મળી હતી કે તેની પાસે લાઇસન્સ વગરનો ઇમ્પોર્ટેડ દારૂ છે. જે બાદ એક્સાઇઝ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને અરમાનનાં ઘરે રેડ પાડવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન અરમાન કોહલીનાં ઘરેથી 41 બોટલ ઇમ્પોર્ટેડ દારૂની બોટલ્સ મળી આવી છે. આ આખી ઘટના બાદ અરમાનની એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે અરમાનને ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. બોમ્બે લિકર પ્રોહિબિશન એક્ટ 1949ની કલમ 63(E) હેઠળ ગૂના હેઠળ જો અરમાન દોષિત ઠરશે તો તેને ત્રણ મહિનાની જેલ અને દંડ પણ થઇ શકે છે.