ગાંધીનગર સિવિલમાં 1466 જેટલી સ્ટાફ નર્સને ભરતી માટેના નિમણૂક પત્ર અપાયા
ગુજરાત સરકાર એક બાજુ લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે તો બીજી બાજુ સરકારી વિભાગમાં પણ ભરતી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજે ગાંધીનગર સિવિલમાં આજે 1466 જેટલી સ્ટાફ નર્સને નિમણૂક પત્ર આપી એમની સીધી ભરતી કરવામાં આવ્યા જેમાં કાર્યક્રમના યજમાન પદે રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર સાથે એડિશનલ સેક્રેટરી પૂનમ ચંદ પરમાર, હેલ્થ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી જ્યંતી એસ રવિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકાર દ્વારા આરોગ્ય વિભાગની સેવા દૂરના ગામડા સુધી મળી રહે તે માટે આજથી રાજ્ય માં 1645 આરોગ્ય કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે અપગ્રેડ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના પસંદ કરાયેલા 813 પેટા આરોગ્ય કેન્દ્ર માંથી 402 પેટા કેન્દ્રમાં પણ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરને નિમણૂક પણ આપવામાં આવી છે.
આ સિવાય આવનાર ટુંક સમયમાંજ બીજી 1000 જેટલી નર્સની સીધી ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્યના ડે. સીએમએ સૂચના આપી દીધી છે. સમગ્ર કાર્યક્રમ બાદ રાજ્યના ડે.સીએમ નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા હમેશ ગુજરાત ની પ્રજાની સુખાકારી માટે કામ કર્યું છે જે અંતર્ગત આરોગ્યની સુવિધાઓ નો વિસ્તાર સતત વધી રહ્યો છે આમરા વિભાગ દ્વારા નવી અધતન સિવિલ હોસ્પિટલ નવા સીએચસી અને નવા પીએચસી પણ શરૂ કરવામાં આવી છે. અલગ-અલગ રોગના નિદાન માટે સ્પેશિયલ વિભાગની સુવિધાઓ અને હોસ્પિટલ માં શરૂ કરી છે.
દરેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની કામગીરી મહત્વ હોય છે ગુજરાત માં 10હજાર જેટલી નર્સની જગ્યામાં આજે 1466 જેટલી નર્સને આજે સમગ્ર ગુજરાતમાં સીધી નિમણૂક કરવામાં આવશે. સીએચસી અને પીએચસી જેવી હોસ્પિટલમાં આ નર્સ આવતી કાલ થી સેવા આપવા માટે હાજર થઈ જશે. વધુમાં તેમને જણાવ્યું કે સ્ટાફ નર્સની ભરતી બાદ આવનાર સમયમાં અન્ય 1000 સ્ટાફ નર્સની ભરતી કરવામાં આવશે. જેથી વધારે ને વધારે પ્રમાણ માં રાજ્ય ની આરોગ્ય ની સેવાઓ મળી રહેશે.