Site icon Time News

29 નવેમ્બર બપોરે 2 કલાકે ધોળકાના વટામણ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો કિસાન મહાપંચાયતમાં પધારે એવી અપીલ: Isudan Gadhvi

Isudan Gadhvi

Isudan Gadhvi

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે, ધોળકાના સરગવાળા ગામે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવ્યો, માતા, બહેન, દીકરીઓ પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા તથા યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત સાત ખેડૂતોને જેલમાં નાખ્યા. જ્યારે ખેડૂતો અને આગેવાનો ખેતરમાં નખાતી ગેસ પાઇપલાઇનના વિરોધમાં, પોતાની જમીનો બચાવવા અને યોગ્ય વળતર મળે એવી માંગ સાથે વિરોધ કરતા હતા ત્યારે પોલીસનો દુરુપયોગ કરીને ભાજપે એ લોકોને ખોટી રીતે ફસાવ્યા.

વધુમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, તો હવે આ તમામ ખેડૂતોના સમર્થનમાં, બ્રિજરાજ સોલંકીના સમર્થનમાં અને ગેસ કંપનીઓના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ કિસાન મહાપંચાયત માટે પરમિશન મળી ગઈ છે. ધોળકાના વટામણ ગામે, 29 નવેમ્બર અને રવિવારના રોજ બપોરે 2:00 વાગે આપણે એકઠા થઈશું. તમામ વર્ગના, તમામ સમાજના ખેડૂતોને મારી વિનંતી છે કે મોટી સંખ્યામાં આ કિસાન મહાપંચાયતમાં આપ તમામ લોકો પહોંચો, ખેડૂતોને સમર્થન આપો, ખેડૂતોની એકતા બતાવો અને ભ્રષ્ટ ભાજપ સરકારને તેનો અરીસો બતાવો.

Exit mobile version