મનોરંજન

અનૂપમ ખેરે નવજોત સિંહ સિદ્ધુને લઇને કહ્યું, વધારે વાતથી થઇ જાય છે બકવાસ

જમ્મુ કાશ્મીરના પુલલામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલાથી આખા દેશમાં શોકનો માહોલ છે અને દરેક લોકો તેની નિંદા કરી રહ્યા છે. એવામાં નવજોતસિંહ સિદ્ધુએ તેની નિવેદનબાજીને લઇને ધ કપિલ શર્મા શોથી હાથ ધોવા પડ્યા અને સતત તેમનો વિરોધ થઇ રહ્યો છે. હવે સિદ્ધુને લઇને અનુપમ ખેરે મોટી વાત કહી દીધી છે.

એક યુઝરે અનુપમ ખેરને પ્રશ્ન પૂછતા લખ્યું હતું કે “ખાસ કરીને કોમ્યુનિસ્ટને શું દંડ થવો જોઇએ? #NavjotSinghSidhu?#AskAnupam.” તેના જવાબમાં એકટરે ટ્વીટ કરી લખ્યું, – કયારેક-કાયરેક જ્યારે તમે બહુ વધુ વાત કરો છો, તો એ તમારી પાસેથી બકવાસ વાતો પણ કરાવી શકે છે. આપને જણાવી દઇએ કે સિદ્ધૂએ પુલવામા ટેરર એટેક પર આપેલા નિવેદન બાદ ‘ધ કપિલ શર્મા શો’માંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. શો માં હવે તેમની જગ્યા અર્ચના પૂરન સિંહે લીધી છે.

સિદ્ધૂ એ પુલવામા એટેક પર કહ્યું હતું કે શું કેટલાંક લોકોની કરતૂત માટે આખા દેશને જવાબદાર ગણાવી શકાય છે? આ એક ખૂબ જ કાયરતાભર્યો હુમલો હતો. હું આ હુમલાની આકરી નિંદા કરું છું. હિંસાને કોઇપણ રીતે યોગ્ય ગણાવી શકાય નહીં. જેમણે પણ આમ કર્યું છે તેમને સજા મળવી જ જોઇએ. ભારત-પાકિસ્તાનની વચ્ચે મુદ્દાઓના સ્થાયી સમાધાન શોધવાની જરૂર છે. આ પ્રકારના લોકો (આતંકવાદીઓ)ના કોઇ દેશ, ધર્મ અને જાતિ હોતા નથી. કેટલાંક લોકોના લીધે આખા રાષ્ટ્ર (પાકિસ્તાન)ને જવાબદાર ગણાવો યોગ્ય ગણાવી શકાય નહીં.

ભારતમાં પાકિસ્તાની કલાકારો પર બેન તો લગાવી જ દીધો છે. તેમ છતાંય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાંય લોકો પાકિસ્તાની સિંગર અને એકટર સાથે કામ કરે છે. તેની હવે જોરદાર આલોચના થઇ રહી છે. પાકિસ્તાની કલાકારો સંગ કામ કરનારાઓનો પણ વિરોધ શરૂ થઇ ગયો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝ (એફડબ્લ્યુઆઇસીઇ)ના મુખ્ય સલાહકાર અશોક પંડિતનું કહેવું છે કે અમે પાક કલાકારો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સાથો સાથ પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવાની જિદ કરનારા ફિલ્મ નિર્માતાઓ પર પણ પ્રતિબંધ મૂકાશે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button