BJPને વધુ એક ઝટકો? સહયોગી દળે કહ્યું NDAથી અલગ થવા માટે યોગ્ય સમયની રાહ
આગામી લોકસભા ચૂંટણી પહેલા મેઘાલયમાં ભાજપને મોટો ઝટકો લાગી શકે છે. નાગરિકતા સંશોધન બિલ અંગે એનપીપી અને ભાજપનું ગઠબંધન જોખમમાં પડતુ જોવા મળી રહ્યુ છે. નેશનલ પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને મેઘાલયના સીએમ કૉનરાડ સંગમાએ કહ્યુ કે તેમની પાર્ટી એનડીએ સાથે સંબંધ તોડવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. મેઘાલયમાં એનપીપીના નેતૃત્વવાળા ડેમોક્રેટિક ગઠબંધનને ભાજપ સમર્થન આપી રહી છે જ્યારે એનપીપી મણિપુર અને અરુણાચલ પ્રદેશનમાં ભાજપના નેતૃત્વવાળી સરકારને સમર્થન આપી રહી છે.
મેઘાલયના સીએમ સંગમા નાગકિતા સંશોધન બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેમણે ઉત્તર-પૂર્વના બધા સ્થાનિક દળોને અપીલ કરી છે કે આ બિલ રાજ્યસભામાં જવા પર તે તેમના વિરોધમાં મત આપે. ભાજપ સાથે ગઠબંધન પર તેમણે કહ્યુ કે બિલના રાજ્યસભામાં રજૂ થવા પર યોગ્ય સમયે નિર્ણય લેશે. નાગરિકતા સંશોધન બિલ 8 જાન્યુઆરીએ લોકસભામાં પસાર થઈ ગયુ હતુ.
સપા-બસપાના સમર્થન સાથે ભાજપના આ બિલને રાજ્યસભામાં લઈ જવા પર તેમણે કહ્યુ કે તે હજુ કન્ફર્મ નથી થયુ. તેમણે કહ્યુ કે આ બિલનો વિરોધ ચાલુ રહેશે અને પૂરી કોશિશ રહેશે કે આ બિલ પસાર ન થઈ શકે. તેમણે કહ્યુ કે આ મુદ્દે તે પીએમ મોદી સાથે વાત કરવાની કોશિશમાં છે પરંતુ પીએમઓને મળવાનો હજુ સમય નથી મળ્યો. તેમણે આશા વ્યક્ત કરી કે પીએમઓ સાથે તેમને મળવા માટે સમય આપવામાં આવશે.