Site icon Time News

સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો,સુમુલ ડેરીએ પણ વધાર્યાં દૂધના ભાવ

સુરતીઓ માટે મોંઘવારીનો વધુ એક ઝટકો સામે આવ્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે.. દૂધના નવા ભાવ આજ બપોરથી જ અમલી બનશે..  સુમુલ ગાયના દૂધના 500 MLના ભાવ 30થી વધારીને 32 રૂપિયા કરાયા છે. પશુઆહાર, ઘાસચારો અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને ભાવવધારા પાછળનું કારણ ગણાવવામાં આવ્યું છે. દૂધના ભાવ વધતાં સુરતના લાખો પરિવારોના ઘરનું બજેટ ખોરવાશે. નોંધનિય છે કે,  આ પહેલા અમૂલ ડેરીએ પણ ભાવમાં વઘારો કર્યો હતો. દૂધ અને દહીની કિંમતમાં વધારો ઝીંકાયો છે. અમૂલ ગોલ્ડ એક લિટરના ભાવ 72 રૂપિયાથી વધારીને 76 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે અમૂલ શક્તિ 500 MLના ભાવ 33થી વધારીને 35 રૂપિયા કરાયા છે. અમૂલ તાજાના 500 MLના ભાવમાં એક રૂપિયાનો વધારો કરી 30 રૂપિયા કરવામાં આવ્યા છે.

નોંઘનિય છે કે, આ પહેલા  ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ હવે ગ્રાહકોને ડામ ઉપર ડામ આપવાનું શરૂ કર્યું છે. પહેલા દૂધના ભાવમાં વધારો બાદમાં દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.  જ્યારે હવે ચૂપચાપ છાશમાં પણ ઝટકો આપ્યો છે. અમૂલે છાશના ભાવ તો ના વધાર્યા પરંતુ ચૂપચાપ રીતે માત્રામાં ઘટાડો કરી ગ્રાહકોના ખિસ્સા પર રીતસરની કાતર ફેરવી દીધી છે.

અમૂલે છાશના ભાવ યથાવત રાખ્યા પરંતુ માત્રામાં ચૂપચાપ 10થી 30 ML સુધીનો ઘટાડો કરી નાંખ્યો. રૂપિયા 20ના ભાવે મળતી છાશ ગ્રાહકને 20માં જ મળશે પરંતુ 650 MLના બદલે 620 ML જ મળશે. હવે ગ્રાહકને 10 રૂપિયાના છાશના પેકેટમાં ગ્રાહકને હવે 300 MLના સ્થાને 280 ML જ છાશ મળશે. આમ અમૂલે પેકમાંથી માત્રાનો ઘટાડો કરી ગ્રાહકોની જાણ બહાર કાતર મારી દીધી છે. 

ઉપરાંત દહીંના ભાવ પણ વધાર્યાં છે. દહીં અને લસ્સીના ભાવમાં વધારો ઝીંકાયો છે, આ ભાવમાં પ્રતિ કિલો તથા પેકેટ દીઠ વધારો કરવામાં આવ્યો છે. GCMMF દ્વારા ઉત્પાદન ખર્ચ વધવાના કારણે રાજ્યભરમાં આ નવા ભાવો તાજેતરમાં અમલમાં મૂકવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોના રસોડાનું માસિક બજેટ વધુ પ્રભાવિત થયું છે.

અમૂલ મસ્તી દહીંના ભાવમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે 1 કિલોગ્રામ અમૂલ મસ્તી દહીંનો નવો ભાવ 85 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત, 380 ગ્રામના પેકેટમાં મળતું અમૂલ મસ્તી દહીં હવે 37 રૂપિયામાં ઉપલબ્ધ થશે. બીજી તરફ, ઘર વપરાશ કે નાના વેપારીઓ માટે ઉપયોગમાં લેવાતી અમૂલ મસ્તી દહીં બકેટ (1 કિલો)ના ભાવમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે, જેથી હવે આ બકેટ 120 રૂપિયામાં મળશે. માત્ર દહીં જ નહીં, પરંતુ પીણાંમાં લોકપ્રિય એવી અમૂલ પ્રો. બાયોટિક રોઝ લસ્સીના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે તેની નવી કિંમત 17 રૂપિયા થઈ ગઈ છે.

Exit mobile version