Ahmedabad
અમદાવાદમાં વધુ એક અકસ્માત, બાળકને શાળાએ લઈ જતી મહિલાને લક્ઝરી બસે મારી ટક્કર

અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી અકસ્માતની ઘટના બની રહી છે તેમા પણ ઈસ્કોન બ્રિજની અકસ્માતની ઘટના હજૂ ભૂલાણી નથી ત્યારે શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ બાળકને શાળાએ લઈ જતા સમયે લકઝરી બસે વાહનચાલક મહિલાને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં મહિલાને માથામાં ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.
આ અકસ્માતમાં બાળકને પણ ઇજા થઈ છે. તેના પગમાં ફ્રેક્ટર થવાની સ્થિતી હોવાની જાણકારી મળી છે.