Site icon Time News

Ankleshwar: અંકલેશ્વર GIDCમાં ફરી આગની ઘટના, રસાયણિક પ્રક્રિયા દરમિયાન કેમિકલ કંપનીમાં લાગી આગ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગ્લિનડા કેમિકલ કંપનીમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આ બનાવથી ચિંતાનો માહોલ સર્જાયો છે.

બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાતથી વધુ ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આગ વધુ ન ફેલાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. કંપની નજીકના માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Stock market: ટ્રમ્પના ટેરિફ એટેકથી શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 931 પોઈન્ટનો કડાકો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version