મોદી સમાજમાં આનંદ લહેર ,દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભેટ સ્વરૂપે મળેલ સ્મૃતિ ચિન્હોની હરાજી કરાઇ
નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને મળેલી ભેટ ની ઈ.હરાજી પ્રક્રિયા માં ૧૮ હજાર રૂપિયા ના ચાંદી ના કળશ ની હરાજી ૧ કરોડ તથા ૫૦૦ રૂપિયા ના મોદી ના ફોટા સ્ટેન્ડ ની હરાજી ૧ કરોડ થઇ .દિલ્હી ખાતે નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટ મે રાષ્ટ્રીય સુચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને દેશ ભરમાંથી જુદી જુદી જગ્યાએ થી મળેલ ૨૦૭૦૦ ઉપહાર પ્રદર્શન માં મુકવામાં આવી છે
આ પ્રદર્શન ૧૪ સપ્ટેમ્બર થી ચાલુ થયું છે અને ૩ ઓકટોબર સુધી ચાલું રહશે જેમાં બોલી બોલવાનું ચાલુ થઇ ગયું છે જેમાં ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી એ નરેન્દ્રભાઈ મોદી ને ભેટ માં આપેલ ૧૮ હજાર રૂપિયા ના ચાંદી ના કળશ ની હરાજી ૧૦૦,૦૦,૩૦૦ મા ઈ.હરાજી થઈ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના મોદી સમાજ દ્વારા નરેન્દ્રભાઈ મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનતા પ્રાંતિજ મોદી સમાજ દ્વારા શુભેચ્છા સંદેશ પત્ર અને સાથે મોદી ના ફોટા સાથે ની ફોટો સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું જે ફોટો સ્ટેન્ડ ની મૂળ કિંમત-૫૦૦ રૂપિયા હતી જેની હરાજી થતાં તેની કિંમત ૧૦૦,૦૦,૧૦૦ રૂપિયા માં વેચાયું
તો આ પ્રદર્શન માં પહેલા ૨૦ ખરીદી કરનાર ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે પ્રોત્સાહિત પત્ર આપવામાં આવશે તો ઉપહારો ની બેસ્ટ પ્રાઈઝ ૨૦૦ થી અઢીલાખ સુધી મુકવામાં આવી છે તો ઉપહારો ની નિનામી રાષ્ટ્રીય સુચના કેન્દ્ર દ્વારા ડિવીઝન કરેલ ઓન લાઈન પ્રોટલ ની મદત થી કરવામાં આવે છેતો આ પ્રદર્શન માં જે આવક થશે જેને નમામિ ગંગા પ્રોજેક્ટ અંતર્ગત ગંગાની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવશે
ત્યારે હાલતો પ્રાંતિજ મોદી સમાજ દ્વારા આપવામાં આવેલ ફોટો સ્ટેન્ડ ની ૧ કરોડ રૂપિયા કિંમત ઉપજતા અને તે રકમ ગંગા ની સફાઈ મા વપરાશે જે ને લઇને પ્રાંતિજ મોદી સમાજ ના લોકોમાં આનંદ ની સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ત્યારે આ અનેરો ઉત્સાહ માં ફોટો સ્ટેન્ડ બનાવનાર યશ પ્લાસ્ટિક ના હિતેશભાઇ મોદી તથા તેમની ટીમ માં પણ હાલ તો આનંદ નો ઉત્સાહ માં વધારો થયો છે આથી પરિવારમાં આાંનદની લહેર જોવા મળી હતી.