
સામાન્ય રીતે મોંઘવારી વધતા વસ્તુઓના ભાવમાં સીધો વધારો કરવામાં આવે છે, પરંતુ અમૂલ દ્વારા ગ્રાહકોને સીધો ઝટકો ન લાગે તે માટે એક નવી રણનીતિ અપનાવી છે. અમૂલે છાસના પેકેટના ભાવ તો યથાવત રાખ્યા છે, પરંતુ પેકિંગની અંદર આવતી છાસની માત્રામાં ગુપચુપ ઘટાડો કરી દીધો છે. આનાથી ગ્રાહકોને પૂરતા પ્રમાણમાં છાસ મળતી બંધ થઈ ગઈ છે અને તેઓની જાણ બહાર સીધી તેમના ખિસ્સા પર કાતર ફરાવવામાં આવી છે.
અમૂલ છાશના કયા પેકેટમાં કેટલો ઘટાડો થયો?
અમૂલ દ્વારા અલગ-અલગ પ્રકારના છાસના પેકિંગમાં નીચે મુજબનો ઘટાડો કરવામાં આવ્યો છે..
રૂ. 20 વાળું છાસનું પાઉચ પૂરા 30 MLનો ઘટાડો કરવામાં આવ્યો છે.
હવે ગ્રાહકોને 650 ML ના બદલે માત્ર 620 ML છાસ જ મળશે.
રૂ. 5 વાળી જીરા છાસની નાની થેલીમાં 10 ML નો ઘટાડો કરાયો છે, જેથી હવે 150 ML ના બદલે માત્ર 140 ML જીરા છાસ જ ઉપલબ્ધ થશે.
રૂ. 10 વાળું છાસનું પેકેટમાં 20 ML નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 300 ML ના બદલે હવે ગ્રાહકોને માત્ર 280 ML જ છાસ મળશે.
અમૂલની આ ગૂપચુપ રીતે ભાવવધારાના કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગ્રાહક પેકેટ પર લખેલો ભાવ જોઈને ખરીદી કરે છે, પરંતુ અંદર રહેલી માત્રા ઘટી જવાથી તેઓ ઠગાઉ અનુભવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે છાસ એ દૈનિક આહારનો મુખ્ય ભાગ છે, ત્યારે આ પ્રકારે માત્રા ઘટાડીને આપવામાં આવેલો મોંઘવારીનો ડામ સામાન્ય જનતાના બજેટને અસર કરી રહ્યો છે.
