અમરેલી- અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર છરી વડે હુમલો
અસામાજિક તત્વોના ટોળઓ દ્વારા પોલીસ કોસ્ટબલ મહેન્દ્ર વાળાને છરી મારી આતરડા બહાર કાઢ્યા હતા. છરી તો ઘુસી ગઈ અને આતરડા પણ હુલાવી નાખ્યા હતા. સ્થિતિ અતિ ગંભીર હોવાને કારણે જીલા પોલીસ વડા નિરલિપ્ત રાય ખુદ હોસ્પિટલમા ઉભા રહી ઓપરેશન કરાવ્યુ. આજે 4 દિવસ પછી હોસ્પિટલમાં હિંમત રાખી ઉભા રહી ચાલી રહ્યા છે.
બહાદુર પોલીસ કર્મી મહેન્દ્ર વાળા ની હિંમત ના કારણે આજે તેમનો જીવ બચ્યો. છરી વડે આતરડા બહાર નીકળ્યા પછી પણ આરોપી સાથે બથ ભરી પોલીસ કર્મી એ હિંમત બતાવી હતી. આજે આ હિંમતવાન પોલીસ કર્મચારી મહેન્દ્ર વાળા નુ અમરેલી જીલા પોલીસ લઈ રહી છે ગૌરવ. અમરેલી જીલા મા આવેલ ધારી ગીર પંથક ના સેમરડી ગામ જે ગામ ના ખૂંખાર આરોપી સામે પ્રથમ વખત સામાન્ય પોલીસ કર્મી એ હિંમત દાખવી તપાસ કરવા ગયા હતા.
પોલીસ ના રેકડ પર આજે તપાસ દરમિયાન સેંકડો ગુન્હા નીકળતા સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ની પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સમગ્ર પંથક માં મહેન્દ્ર વાળા પોલીસ કર્મી ની બહાદુરી ને બિરદાવી રહ્યા છે