Site icon Time News

Amreli: બગસરાની આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈ આવેદન આપ્યું

રિપોર્ટર: અશોક મણવર

અમરેલીના બગસરા શહેર અને તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં બગસરા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર આવ્યું હતું. આ અંગે આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું હતું કે આ બાબતની અનેક વખત અગાઉ સરકારશ્રીને રજૂઆતો કરી છે પરંતુ હજૂ સુધી અમારી માંગણીઓ સરકારશ્રી દ્વારા સ્વીકારી નથી.. જેના કારણે બગસરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ બગસરા તાલુકા પંચાયત ખાતે આઈ.સી.ડી.એસ.અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો, Surat: સુરતના આ ગામમાં ચાલે છે મહિલારાજ, 30 વર્ષથી ગામમાં ચૂંટણી જ થઈ નથી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version