અમિતાભ બચ્ચન પુલવામાના 40 શહીદોના પરિવારને આપશે 5 લાખ રૂપિયા
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની દરિયાદિલી માટે ઓળખાય છે અને તેમને જ્યારે પણ મોકો મળે છે તે દિલ ખોલીને બધાની મદદ કરે છે. આજે દેશમાં સૌથી મોટો મુદ્દો 40 સીઆરપીએફ જવાનોના કાશ્મીરના પુલવામા આતંકી હુમલામાં શહીદ થવાનો છે. એ જવાનો માટે એક તરફ જ્યાં બધાની આંખો ભીની છે તો કોઈના ઘરનો એકમાત્ર કમાનાર વ્યક્તિ મા ભારતીના ખોળે હંમેશ માટે સૂઈ ગયો છે.
એવામાં એ જખમો પર થોડો મલમ લગાવવા માટે અમિતાભ બચ્ચને દરેક શહીદ જવાનના પરિવારને 5-5 લાખ રૂપિયા આપવાનું એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે તે 40 જવાનોનો પરિવારને ડોનેશન આપવા ઈચ્છે છે. જો કે એ તો બધા જાણે છે કે જે પરિવારનો પુત્ર વતન માટે શહીદ થઈ જાય છે તેની ભરપાઈ કોઈ પણ કિંમતે નથી થઈ શકતી પરંતુ જો લોકો સાથે હોય તો તેમને એ વાતનો અહેસાસ થાય છે કે તેમના પુત્રનું બલિદાન વ્યર્થ નથી થયુ.
સરકારે પણ પોતપોતાના રાજ્યોમાં શહીદોને દરેક સંભવ મદદ આપવાનું એલાન કર્યુ છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે દરેક શહીદના પરિવારને 25 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. અમિતાભ બચ્ચન આ પહેલા પણ ઘણા ખેડૂતોને પણ કરોડો રૂપિયા દાન કરી ચૂક્યા છે.