POK માટે અમિત શાહે નેહરુને ગણાવ્યા જવાબદાર, કહ્યુ – તે સમયે યુદ્ધ…
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયાના બીજા દિવસે રવિવારે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેઓએ જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવીને દેશને ખુશ કર્યો છે. આ હર્ષનો વિષય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણીના શ્રીગણેશ આર્ટિકલ 370ને હટાવવાના દિવસથી થયા હતા.
શાહે કહ્યું કે મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર બને તે નક્કી છે. દેવેન્દ્ર ફડણવીસ એક વાર ફરીથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે. છેલ્લા 2-3 દિવસથી કોંગ્રેસ અને એનસીપી કહે છે કે આ નહીં થાય તો જીત નહીં ને પેલું નહીં થાય તો જીત નહીં. હું કહું છું કે કંઈ પણ થાય મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર બહુમતી સાથે જીતશે.
https://twitter.com/ANI/status/1175679918471966720
Amit Shah in Mumbai: PoK के लिए अमित शाह ने नेहरू को ठहराया जिम्मेदार, कहा- अगर उस वक्त…
અમિત શાહે કહ્યું કે મારો કાર્યક્રમ નક્કી થયો તો તે સમયે મને કે પાર્ટીને ખ્યાલ ન હતો કે તે મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત બાદ સૌથી પહેલો કાર્યક્રમ હશે. તેઓએ કહ્યું કે જનસંઘ અને ભાજપે હંમેશા આર્ટિકલ 370 અને કલમ 35એની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. અમે આર્ટિકલ 370 અને 35એ વિરુદ્ધ સમર્પિત યોદ્ધા છે.
તેઓએ કાશ્મીરમાંથી ભ્રષ્ટાચારને ખતમ ન થાય તે માટે તેઓએ 370ને જીવંત રાખ્યું. પારિવારિક પક્ષોની ઇચ્છા હતી કે ઓછામાં ઓછું એક રાજ્ય એવું હોવું જોઈએ કે જેથી તેમનો પરિવાર શાસન કરી શકે. અમે કાશ્મીરમાં એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના કરી. તેમણે કોંગ્રેસ અને એનસીપી બંને પક્ષોને નિશાન બનાવ્યા હતા. કહ્યું કે રાહુલ બાબા અને શરદ પવારે સ્પષ્ટતા કરવી જોઈએ કે કાશ્મીરમાંથી 37૦ને હટાવવા અંગે તમારું શું વલણ છે.
શાહે કહ્યું કે આઝાદીના સમયમાં રજવાડાઓ ભારત સાથે જોડાયેલા હતા. સરદાર પટેલ પર આ રજવાડાઓની જવાબદારી રહેતી તે સંપૂર્ણ અખંડ ભારતનો ભાગ બન્યો હતો. જમ્મુ-કાશ્મીરની જવાબદારી પંડિત નહેરુ પર હતી અને તેમના કારણે ત્યાં કલમ 37૦ લાગુ કરવી પડી હતી. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનીઓએ આદિવાસી તરીકે હુમલો કર્યો. એક યુદ્ધ થયું અને યુદ્ધવિરામ પંડિત નહેરુના કારણે કરવો પડ્યો. જો તે સમયે યુદ્ધ વિરામ ન થયું હોત તો આજે પીઓકે પણ ન હોત.