World

ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાનીઓના હુમલા પર અમેરિકાએ આપી પ્રતિક્રિયા, કહ્યું આ સહન નહી કરી લેવાય

દેશમાં જ નહીં, વિદેશોમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ હોબાળો મચાવ્યો છે. પહેલા લંડનમાં ત્રિરંગાનું અપમાન કર્યું અને હવે અમેરિકામાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો કર્યો. સાન ફ્રાન્સિસ્કોમાં થયેલા આ હુમલા પર અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. હુમલાની નિંદા કરતા અમેરિકાએ કહ્યું છે કે આવા હુમલાને બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં.

19 માર્ચે, ખાલિસ્તાની સમર્થકોએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ પર હુમલો કર્યો અને તોડફોડ કરી. એટલું જ નહીં ખાલિસ્તાની સમર્થકોએ એમ્બેસી પરિસરમાં બે ખાલિસ્તાની ઝંડા લગાવી દીધા હતા. જો કે, ઘટનાના થોડા સમય બાદ સુરક્ષા દળોએ તે ધ્વજને ત્યાંથી હટાવી દીધા હતા.

હુમલા બાદ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંયોજક જોન કિર્બીએ કહ્યું કે અમે સ્થાનિક અધિકારીઓ સાથે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. આવા હુમલાને બિલકુલ સહન કરી શકાય નહીં. કિર્બીએ એમ પણ કહ્યું કે ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલા બાદ અમે ત્યાં થયેલા નુકસાનની ભરપાઈ કરીશું. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે હુમલા માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરીશું. અમેરિકામાં હિંસા એ સજાપાત્ર ગુનો છે.


આ ઘટના બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયા બ્યુરોનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે દૂતાવાસ જેવા કેન્દ્રોમાં કામ કરતા રાજદ્વારીઓ અને અધિકારીઓને સુરક્ષા આપવી એ યુએસની પ્રાથમિકતા છે.
એશિયન અમેરિકનો અને પેસિફિક ટાપુવાસીઓ સાથે સંબંધિત બાબતો પરના પ્રમુખ જો બિડેનના સલાહકાર પંચના સભ્ય અજય જૈન ભુટોરિયાએ પણ આ હુમલા પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
અમેરિકાના શીખના જસ્સી સિંહે કહ્યું કે અમે હુમલાખોરો સામે કાર્યવાહી ઈચ્છીએ છીએ. દરેક વ્યક્તિને યુ.એસ.માં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે. ઈન્ડિયાસ્પોરાએ પણ દૂતાવાસમાં થયેલી હિંસાની નિંદા કરી હતી. તે જ સમયે, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલે કહ્યું કે અમે દૂતાવાસના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એકતામાં ઊભા છીએ.

આ પહેલા લંડન સ્થિત ભારતીય કમિશનની બિલ્ડિંગ પરથી કેટલાક ખાલિસ્તાનીઓના જૂથે ભારતનો ત્રિરંગો ઝંડો ઉતાર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં કેટલાક ખાલિસ્તાની તરફી જૂથોએ ત્રિરંગાને બદલી નાખ્યા પછી ભારતે રવિવારે મોડી સાંજે નવી દિલ્હીમાં યુકેના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને મજબૂત વિરોધ નોંધાવવા માટે બોલાવ્યા.

આ ઘટના પાછળ ખાલિસ્તાન સહાનુભૂતિ ધરાવતા અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે રવિવારે કટ્ટરપંથી ઉપદેશક અમૃતપાલ સિંઘની શોધમાં સમગ્ર પંજાબમાં ફ્લેગ માર્ચ અને શોધખોળ હાથ ધરી હતી, વધુ 34 સમર્થકોની ધરપકડ કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button