Ahmedabad

અમદાવાદ શહેરમાં AMC એ 14 દિવસમાં આટલી મિલકતો સીલ કરી,128 કરોડની આવક મેળવી

ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં AMC દ્વારા લાખો રૂપિયાના બાકી વેરાધારકો પાસેથી વેરાની રકમ વસૂલવા માટે ટેક્સ વિભાગ દ્વારા હવે મિલકત સીલ કરવાની ઝૂંબેશ આદરી છે. આ ઝૂંબેશ અંતર્ગત છેલ્લા 14 દિવસમાં ટેક્સ વિભાગ દ્વારા 21499 જેટલી મિલકતો સીલ કરાઈ છે.

તે ઉપરાંત કોર્પોરેશનને આ ઝૂંબેશથી 128 કરોડની આવક થઈ છે. તમામ ઝોનમાંથી કુલ 350 જેટલા પાણી અને ગટરના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરાઈ છે. આજે મળેલી રેવેન્યૂ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે,પાંચ લાખથી વધુનો ટેક્સ જેનો બાકી હોય તેનો કલેક્ટર ઓફિસમાં બોજો નોંધાવાની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ રિકવરીની ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સીલિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. છેલ્લા 14 દિવસમાં 21499 મિલકતોને સીલ કરીને 128 કરોડની આવક મેળવી છે. 6 જાન્યુઆરીથી વિવિધ સ્કીમો લાગુ કરવામાં આવી છે. જ્યારે 14 ફેબ્રુઆરીથી 100 ટકા વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવામાં આવી છે. આમ 28 ફેબ્રુઆરી 2023 સુધીના 53 દિવસમાં કુલ 10.75 માંથી 1.94 લાખ ટેક્સ ધારકોએ આ સ્કીમોનો લાભ લીધો છે અને 236 કરોડ રૂપિયાની આવક થઈ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button