એલોપેથી દવા આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો લંપટ ડોક્ટર ઝડપાયો
શહેરના જંગલેશ્વરમાં ધોરણ-10 પાસ રફિક અઝીઝભાઇ લીંગડિયા નામના શખ્સે નકલી ડીગ્રીને આધારે દવાખાનું ખોલ્યું હતું. લોકોને એલોપેથી દવા આપવા ઉપરાંત ઇન્જેકશન આપી બાટલા પણ ચડાવી આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતો હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળતાં આ નકલી ડોક્ટરને ઝડપી લઇ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
દવાખાનામાંથી એલોપેથી દવાઓ, ઇન્જેકશન, બાટલા સહિતનો સામાન કબ્જે કર્યો હતો. પુછપરછ રફિકે કબુલ્યું હતું કે પોતાને કિડનીની બિમારી હોય કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદ ગયો હતો. ત્યાંથી આવ્યા બાદ છેલ્લા પાંચેક મહિનાથી જંગલેશ્વરમાં બોગસ ડીગ્રીને આધારે દવાખાનુ ચાલુ કરી દીધુ હતું.
શાપર વેરાવળ ખાતે પૂજા ક્લિનિક નામથી દવાખાનું ચલાવતા પંકજભાઈ દાસ નામના નકલી તબીબની પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ઇન્જેક્શન, સીરપ, ગ્લુકોઝના બાટલા અને જુદી-જુદી દવાઓ સહિત કુલ રૂપિયા 23,801નો મુદામાલ પણ કબ્જે કર્યો હતો.