HALથી 8 સુખોઇ લડાકૂ વિમાનોને ખરીદવાની તૈયારીમાં વાયુસેના
ભારતીય વાયુ સેના HAL(હિંદુસ્તાન એયરોનોટિકલ લિમીટેડ)થી 8 સુખોઈ 30એમકેઆઈ લડાકુ વિમાન ખરીદવા પર વિચાર કરી રહી છે. સૂત્રો પ્રમાણે આ તમામની કિંમત 3 હજાર કરોડ રૂપિયા હશે. હજુ યોજના પ્રથમ ચરણમાં છે અને HALને નવા વિમાનો માટે ઓર્ડર આપવા પર વિચાર ચાલી રહ્યો છે. એરફોર્સના એક અધિકારી પ્રમાણે, દુર્ઘટનાઓમાં ઘણા વિમાનો ક્રેશ થઈ ગયા છે. નવા વિમાનોથી તેની ખામીને પુરી કરવામાં આવશે.
મિડીયાના ઘણા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે, HALએ વાયુસેનાને 40 વિમાનોનું વેચાણ કરવાની ઓફર હતી. જે નવી ટેકનોલોજીથી સજ્જ હશે. પરંતુ હાલ તો વાયુસેના 8 વિમાનો માટે જ ઓર્ડર આપવાની યોજના બનાવી રહી છે. સૂત્રો પ્રમાણે વાયુસેના 272 સુખોઈ 30 એમકેઆઈ વિમાનને રશિયા પાસેથી ખરીદશે.આ વિમાનો મિગ- 21, મિગ- 23, મિગ- 29 અને જેગુઆરની જગ્યા લેશે. સરકારે વાયુસેનામાં 42 લશ્કરી ટુકડીઓને મંજૂરી આપી છે.
સરકારે વાયુસેનામાં જે 42 ટુકડીઓને મંજૂરી આપી છે, તેમાં 2 રાફેલ લડાકુ વિમાન માટે પણ છે. સરકારની યોજના 114 લડાકુ વિમાનોને વાયુ સેનામાં સામેલ કરવાની છે.