રાજકીય પાર્ટીની જાહેરાત અમદાવાદમાં વણિકર ભવનના કબજા મુદ્દે AHP-VHPના કાર્યકરો સામ સામે આવ્યા, પોલીસ દોડી આવી
અમદાવાદમાં પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવન પર AHP અને VHPના કાર્યકરો સામ સામે આવી ગયા છે. જ્યાં VHPઅને
RSSના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવા માટે પ્રયાસ કરતા જ પોલીસ બોલાવવી પડી હતી. ત્યારબાદ તોગડિયાએ કહ્યું કે અમને કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ
અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ ટ્વિટ કર્યું હતું કે, અમારી એએચપી ગુજરાત અમદાવાદ ઓફિસ પર પોલીસે ગુંડાઓને સાથે લઈ હુમલો કર્યો છે. અમને
કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ લોકો કોર્ટને પણ માનતા નથી. મારા રૂમ અને બાકીના તાળા તોડીને અમારો સામાન અને મારા ભગવાનની મૂર્તિઓ રોડ પર ફેંકી છે.
વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડિયાએ પોતની રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. આ પાર્ટીનું નામ ‘હિન્દુસ્તાન નિર્માણ દળ’ રાખવામાં આવ્યુ છે. જેનું સ્લોગન
‘ભરોષો- અબ કી બાર પબ્લિક કી સરકાર ’ છે. પ્રવિણ તોગડિયા અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડશે.