વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાઇ પ્રેસ કોન્ફરન્સ
ગુજરાતમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટ 2019 તૈયારીઓ સરકારના દરેક વિભાગો દ્વારા પુરી કરાઈ દીધી છે. દરેક વિભાગોએ પોતાના પ્રોજેકટ અંગેની માહિતી પણ સરકારને પહોંચાડી દીધી છે. વાઇબ્રન્ટ ગ્લોબલ સમીટ 2019 ની આ અંગે ની માહિતી આપવા રાજ્ય મુખ્ય સચિવ જે એન સિંહ દ્વારા મહાત્મા મંદિર ખાતે પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું. વધુમાં તેમને જણાવ્યું કે 2019 નો 9 મો ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટસમીટ 18 થી 22 જાન્યુઆરી સુધી યોજવા જઇ રહ્યો છે.
આ વાઇબ્રન્ટ 20 દેશોના સેમીનાર અને 7 રાજ્યોના સેમિનાર પણ યોજાશે. પોર્ટ ક્ષેત્રે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ,ટેક્નિકલ ક્ષેત્રે ,ડેરી ક્ષેત્રે વગેરે ક્ષેત્રના MOU થશે. આ સિવાય વિશ્વ ના મોટા ઉધોગપતિ અને મોટી કંપનીઓ પણ આ વાઇબ્રન્ટસમીટ માં ભાગ લેવાના છે. આ વખતે પહેલી વાર વાઇબ્રન્ટસમીટમાં રાઉન્ડ ટેબલ ડિસ્કશનનું આયોજન કરેલું છે. એમ અલગ અલગ દેશો જેવા કે અમેરિકા ,કેનેડા ,જાપાન,ઇગ્લેન્ડ ,સાઉથ આફ્રિકા, ફ્રાંસ ,જર્મની ચીન, નેધરલેન્ડ ,સયુંકત આરબ અમીરાત ,વગેરે જેવા દેશોના મુખ્ય ડેલીગેશન સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વન ટુ વન રાઉન્ડ ટેબલ ડિસ્કશન થશે
જેમા 20 હજાર જેટલા વ્યાપારી ઓર્ગેનાઇઝેશને રજીસ્ટર કરાવ્યું છે જે પોતાની પ્રોડક્ટ 24 કલાક માટે વેચી શકશે. આ સિવાય મલ્ટી પ્લેક્સ અને શોપિંગ મોલ આ સમય દરમિયાન 24 કલાક ચાલુ રહેશે. જોકે રિવરફ્રન્ટ ,અંડર પાસ ,ઓવર બ્રીજ બધે ને લાઇટિંગ થી શણગારવામાં આવશે. બુલેટ ટ્રેન ,એક્ક્સપ્રેસ હાઇવે ,ઉત્તર ગુજરાતમાં ઇન્ડરીયલ ઝોન, સોરાષ્ટ્રમાં પણ પાણીના નવા સ્ત્રોત ,ધોલેરા એરપોર્ટ રોડ સહિતના વાઇબ્રન્ટમાં મહત્વની સ્થાન મળશે અને 2022 સુધીમાં ગુજરાત ભારતનું બેસ્ટ રાજ્ય બનશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વડાપ્રધાન 17 તારીખ 2 વાગ્યેની આસપાસ અહીંયા ગ્લોબલ ટ્રેડ શો ને ખુલ્લો મુકશે.
ત્યાર બાદ વી એસ હોસ્પિટલ જશે અને એને લોક સેવા માટે ખુલ્લી મુકશે ત્યાર બાદ સભા ને સંબોધશે ત્યાર બાદ 6 વાગ્યે અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે 18 તારીખે ગ્લોબલ ઇન્વેસ્ટ સમીટમાં ભાગ લેશે ત્યાર બાદ રાતે ડિનર કરશે. આ વખત નો વાઇબ્રન્ટશેપિંગ અ ન્યુ ઇન્ડિયા ની થીમ પર યોજાઈ રહ્યો છે જે નરેન્દ્ર મોદી ના નયા ભારત ના સંકલ્પ નિર્માણ સાકાર કરવા ની દિશાનું છે.