અમદાવાદ
અમદાવાદ: અગમ્ય કારણોસર મહિલાએ 13માં માળેથી પડતુ મૂક્યુ, CCTVમાં સમગ્ર ઘટના કેદ
શહેરના શાસ્ત્રીનગર વિસ્તારના સરદાર આવાસના તેરમા માળેથી ઝંપલાવીને સુમિતાબેન ડિમ્પલભાઈ ડુમાણિયા નામની 38 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પરિણીતાએ આપઘાત કર્યો એ પહેલા સીડીઓ પર આંટાફેરા કર્યા હતા. ત્યારબાદ તેને 13મા માળેથી ઝંપલાવ્યું હતું. તે જમીન પર પટકાઈ તેની જાણ પાસેથી જ પસાર થનારને પણ થઈ ન હતી. પાર્ક કરેલા વાહનો પાસે તે પટકાઈ હતી અને તે સ્પ્રિંગને માફક ઉછળી પણ હતી.