અમદાવાદ: વી.એસ. હોસ્પીટલનું કરોડોનું બજેટ મંજુર કરાયું
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની હોસ્પિટલ પૈકી વી.એસ. હોસ્પિટલનું અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ૨૦૧૯નું બજેટ રજુ કરવામાં આવ્યું.એ.એમ.સી દ્વારા કુલ ૨૩૧.૩૬ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું.સુપ્રીટેનડેન્ટએ રજુ કરેલા ૧૭૨ કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ ૫૮ કરોડનો સુધારો પણ સૂચવ્યો.AMC દ્વારા પણ વી.એસ. હોસ્પિટલને ૪૭ કરોડ ફાળવવામાં આવશે. અમદાવાદ શહેરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેશનના વિવધ હોદેદારોની ઉપસ્થિતિમાં વી.એસ. હોસ્પીટલનું વર્ષ ૨૦૧૯-૨૦નું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું.
ડ્રાફ્ટ બજેટ ૧૭૨.૭૦ રજુ કરવામાં આવ્યું હતું જે સુધારા સાથે ૨૩૧ કરોજ AMC દ્વારા મંજુર કરવામાં આવ્યું.વધારાની રકમ માટે વિવધ જોગવાઈ કરવામાં આવી છે જે પ્રમાણે ડીજીટલ એક્સરે મશીન માટે ૨.૫ કરોડની જોગવાઈ,ટેક્ષ સીસ્ટમ આયોજન માટે ૧.૫ કરોડની જોગવાઈ, સેન્ટ્રલ લેબોરેટરી માટે ૫૦ લાખની જોગવાઈ, અધતન મેડીકલ સાધનો માટે ૫ કરોડની જોગવાઈ, નવું અપગ્રેડેશન વસાવવા માટે ૫૦ લાખની જોગવાઈ તથા રેકોર્ડના ડીજીટલાઈઝેશન માટે ૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આમ કુલ ૧૧ કરોડના સુધારા સાથે ૫૮ કરોડના વધારી કરી ૨૩૧ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.
મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે દર્દીઓને ધ્યાનમાં રાખીને બજેટ મંજુર કરવામાં આવ્યું છે આ બજેટથી દર્દીઓને કોઈ મુશ્કેલી નહિ પડે.વિરોધ પક્ષ વિરોધ કરે છે તેનાં હોવો જોઈએ. વિરોધ પક્ષે જરૂરી સલાહ સુચન આપવા જોઈએ પરંતુ વિરોધ પક્ષ હવે દર વખતે વિરોધ કરે છે તે યોગ્ય નાં કહેવાય.