અમદાવાદ

અમદાવાદ: બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશકિતના ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોના ટેકનીકલ જ્ઞાન, વિચાર, ક્ષમતા અને રિસર્ચને નવી દિશા આપવા સ્ટાર્ટઅપ અને સ્ટુડન્ટ ઇનોવેશન ચેલેન્જીસના નવા અભિગમો અપનાવ્યા છે.

ગુજરાતે આ અભિગમને આગળ ધપાવતાં રાજ્યમાં રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડીને યુવાનોના સપના સાકાર કરવાની દિશા આપી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. આ કન્વેન્શનમાં દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેકનીકલ-વૈજ્ઞાનિક જ્ઞાન કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાના છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની સંકલ્પના સાકાર કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

https://www.youtube.com/watch?v=dDmbvMybxfU&feature=youtu.be

તેમણે આ હોનહાર યુવાશકિતને ભવિષ્યના ભારતના નિર્માતાઓ તરીકે નવાજતાં કહ્યું કે વડાપ્રધાનશ્રીએ યુવાનોને સ્કીલ + વીલ + ઝિલ = વિન નો મંત્ર આપીને યુવાનો માટે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનની ક્ષિતીજો ખોલી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઇઝરાયેલના સહયોગથી સ્ટાર્ટઅપને વેગ આપવા સાથે નોલેજ બેઇઝડ ઇકોસિસ્ટમના વિકાસ માટે સાયન્સ ટેકનોલોજી ક્ષેત્રે રિસર્ચ-ડેવલપમેન્ટને વેગ આપવા ઇનોવેશન ફંડ અંતર્ગત રૂ. પ૦ કરોડનું ફંડ રચવાના નિર્ણયની છણાવટ કરી હતી. તેમણે ઉમેર્યુ કે, ઇઝરાયેલ વ્યકિત દીઠ સ્ટાર્ટઅપ રેવન્યુમાં આખા વિશ્વમાં ટોપ પર છે ત્યારે ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ માટે આ સરકાર યુવાનોના કૌશલ્યને નિખારવા પ્રતિબધ્ધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button