ટ્રાયના નિયમોના વિરોધમાં ગુજરાત સહિત દેશભરના ટીવી થયા બંધ
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ પ્રત્યેક ચેનલ પર મહિને એમઆરપી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મનોરંજન સેવા મોંઘી કરવાના નિર્ણય સામે કેબલ ઓપરેટર એસોસિયેશન ઓફ ગુજરાતે તમામ ચેનલો બંધ કરી દીધી છે.
એસોસિયેશને દાવો કર્યો છે કે, શુક્રવારે રાતના 12 વાગ્યાથી જ બ્લેક આઉટ કર્યું છે. એટલે ગ્રાહકો કોઈ પણ ચેનલ જોઈ નહિ શકે. આ બંધ આવતી કાલ એટલે 30 તારીખ રવિવારના બપોરના 12 વાગ્યા સુધી પાળવામાં આવશે. ત્યાર બાદ ચેનલનું પ્રસારણ ચાલું કરવામાં આવશે.
શહેરી વિસ્તારોમાં મહિને 300થી 350 રૂપિયા લેવામાં આવે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 150થી 200 રૂપિયામાં આ સેવા મળી રહે છે. પરંતુ ટ્રાઈના નિર્ણયના કારણે મનોરંજન સેવા 800થી 1200 રૂપિયા સુધી પહોંચી જાય તેમ છે. જેમાં ર્સિવસ આપતાં કેબલ ઓપરેટરોને કંઈ જ મળવાનું નથી.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=13-s7dCQjpg&feature=youtu.be[/youtube]
બ્લેક આઉટ કર્યા બાદ અમદાવાદના ઉસ્માનપુરા ગાર્ડન ખાતે કેબલ ઓપરેટર એસોસિએશનની આગામી રણનીતિને લઇને મિટિંગ યોજાઇ હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કેબલ ઓપરેટરો હાજર રહ્યા હતા. ટ્રાયના નિયમોનો વિરોધ કરતા જે કેબલ ટીવી નેટવર્ક હાલ બંધ કરવામાં આવ્યા છે તે બંધ નેટવર્કને આવતી કાલે સવારે 12 વાગ્યે ચાલું કરવામાં આવશે અને ટ્રાયના આ નિયમોની સામે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રજુઆત કરશે અને તેનાથી પણ કેબલ ઓપરેટરોને યોગ્ય સમાધાન નહી મળે તો ધરણાં, ઉગ્ર દેખાવો અને અર્ધ નગ્ન થઇ રેલી યોજવાની ચીમકી આપવામાં આવી હતી.