અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે એસ.પી. રિંગ રોડ પરથી વિદેશી દારૂની 980 પેટીથી ભરેલા કન્ટેનર સાથે મુખ્ય સૂત્રધાર સુનિલ દરજી સહિત 3 શખ્સની ધરપકડ કરી છે. તેમજ પોલીસે 45 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મેકડોવેલ્સ અને રોયલ ચેલેન્જની પેટીઓ ભરૂચથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ઝડપી લેવામાં આવી હતી. આ દારૂ ગાંધીધામ પહોંચાડવાનો હતો.