Site icon Time News

Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાનના નામથી GCAને ઇ-મેલ મળ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યો છે. પાકિસ્તાનના નામથી GCAને એક ઇ-મેલ મળ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમનો મેઈલ મળ્યો છે. બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ પણ પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ દ્વારા અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

‘We Will Blast Your Studium’
આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇ-મેલ પાકિસ્તાન જેકેના નામનો મળ્યો છે અને એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઇ-મેલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો, Pakistan: હવે પાકિસ્તાને કરી જવાબી કાર્યવાહી કરવાની માંગ, તો પીએમ શહબાઝે કહ્યું ‘સેનાને પૂરો અધિકાર’

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version