અમદાવાદ

અમદાવાદ: ટ્રાઇના નિર્ણયને કાળો કાયદો ગણાવી કેબલ ઓપરેટરોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ચેનલો માટે જારી કરેલ નિયમોની સામે દેશભરના કેબલ ઓપરેટરોમાં વિરોધનો સૂર ઉઠયો છે જેમાં અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદના કેબલ ઓપરેટરોએ ટ્રાઈના નિર્ણયને કાળો કાયદો ગણાવી પાછો ખેંચવાની માંગ સાથે સાંસદ કિરીટભાઇ સોલંકીને આવેદન આપ્યું હતું.

સમયની સાથે ટી.વી. માધ્યમોનો ક્રેઝ વધતા ચેનલોની માયાજાળ પણ ઉભી થતી જાય છે. ભારતભરમાં પથરાયેલા કેબલ નેટવર્ક માટે નિયમો જારી કરાયા છે. જેમાં કેબલ ઓપરેટર દ્વારા દરેક ગ્રાહકને ૧૩૦ રૂ. ફીકસ ચાર્જમાં ૧૦૦ જેટલી ફ્રી ટુ એર ચેનલો પુરી પાડવાની અને પેઇડ ચેનલોમાં જે ગ્રાહકને જે ચેનલ જોવી હોય તેટલી ચેનલોના પૈસા વસૂલ કરવા માટેની જાહેરાત કરી છે. જેની સામે કેબલ ઓપરેટરોએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. ટ્રાઈના નિર્ણયથી નારાજ અમદાવાદના કેબલ ઓપરેટરોએ આજરોજ સાંસદ કીરીટભાઇ સોલંકીને આવેદન આપી ટ્રાઈને તેનો નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે રજુઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કેબલ નેટવર્કમાં રુપયા ર૦૦થી ૨પ૦માં ૪૦૦ જેટલી ચેનલો જાવા મળે છે. 

[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=VeCBXbqWKa4&feature=youtu.be[/youtube]

કેબલ ઓપરેટર એસોસીએશનના ચંદુભાઇ દલસાણીયાના કહેવા મુજબ હવે જા ગ્રાહકને ૪૦૦ ચેનલ જાવી હોય તો તેના તેને ૮૦૦થી ૧૦૦૦ રૂપયા ચૂકવવા પડશે. સરવાળે ટ્રાઈનો નિર્ણય ગ્રાહકો માટે નુકશાનકારક છે. જેની સામે કેબલો ઓપરેટરોનો વિરોધ છે અને ટ્રાઈ આ કાળા કાયદાને પાછો ખેંચે તેવી અમારી માંગ છે. ગુજરાત કેબલ ઓપરેટર નેટવર્ક સંગઠનની જાહેરાત મુજબ અમદાવાદ કેબલ ઓપરેટર એસોસીએશન આજ રોજ ગાંધી આશ્રમથી કલેક્ટર કચેરી રેલી યોજી હતી. તેમજ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપીને પોતાની માંગની રજુઆત કરી હતી. 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button