અમદાવાદ
અમદાવાદ: જીએલએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પાર્ક કરાયેલા વાહનોના કાચ તોડ્યા
અમદાવાદના લૉ ગાર્ડન પાસે આવેલી GLS યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠન સામ સામે આવી જતાં ઘર્ષણ થયું હતું. બેફામ થયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની સામે આવેલા કોફીબારમાં તોડફોડ કરી હતી. સાથે જ કેમ્પસમાં પાર્ક કરેલા વાહનોના કાચ તોડી નાખ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી સામે આવેલા કોફી બારમાં તોડફોડનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તોડફોડ પ્રકરણમાં તપાસ કરીને દોષિતો સામે પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનિય છે કે GLS યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ દાદાગીરી કરતા યુનિવર્સિટી સામે આવેલા કોફી બાર CCDમાં તોડફોડ કરી હતી. દાદાગીરી કરતા વિદ્યાર્થીઓએ કોફી બારનો કાચ તોડી નાખ્યો હતો. કોફી બાર ઉપરાંત વિદ્યાર્થીઓએ નજીકમાં પડેલી એક કારમાં પણ તોડફોડ કરતા તેનો કાચ તોડી નાખ્યો હતો.