Site icon Time News

Ahmedabad: સ્ટર્લિંગ હોસ્પિ.ના રેડિયોલોજિસ્ટનો રાજકોટમાં આપઘાત, ડોક્ટરે અગમ્ય કારણસર ન્યારી ડેમમાં ઝંપલાવ્યું

રાજકોટમાં તબીબના આપઘાતની ઘટના સામે આવી છે. મૂળ તામિલનાડુનો વતની અને હાલ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતો યુવક હતો, જોકે, રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં બે કર્મચારી રજા પર હોવાથી તેમની જગ્યાએ તે રાજકોટ આવ્યો હતો. ગઈકાલે એટલે કે 23 માર્ચે આ યુવક ન્યારી ડેમ ખાતે પહોંચ્યો હતો અને કોઈ કારણસર એમાં ઝંપલાવી આપઘાત કરી લેતાં તેનો પાણીમાં તરતો મૃતદેહ મળ્યો હતો.

મૃતક યુવાન પાસેથી સ્ટર્લિંગ હોસ્પિટલનું આઇકાર્ડ મળતાં પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે. આ યુવાન અમદાવાદમાં રહેતો હતો અને હાલ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજિસ્ટ વિભાગમાં નોકરી માટે આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકનું નામ અરુણકુમાર સેલ્વરાજ (ઉં.વ. 26) હોવાનું ખૂલ્યું હતું. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો, Ahmedabad: એરપોર્ટ પરથી 2 વ્યક્તિ પાસેથી ઝડપાયું સોનું, 3 કિલો સોનું લિક્વિડ ફોર્મમાં કેમિકલ મિક્સ કરી કમરના ભાગે સંતાડ્યું હતું, ગોલ્ડની કિંમત 2.76 કરોડ

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Exit mobile version