અમદાવાદ: દામાણી બ્રીજનો પીલ્લર નમી પડ્યો હોવાથી દક્ષિણી અંડરપાસ કરાયો બંઘ
અમદાવાદના મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દામાણી બિજનો પીલ્લર નમી પડતા સાવચેતીના ભાગરૂપે વાહનવ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ બંને તરફ બેરીકેટ લગાવીને અંડરપાસ બંધ કરાયો છે.
આ ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગનો કાફલો, પોલીસ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને બ્રિજને બંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મણિનગરને ખોખરા સાથે જોડતા દક્ષિણી અંડરપાસ પાસે દાણામી બ્રિજ પરથી રેલવે પસાર થાય છે, જેના કારણે ઘણા સમયથી જ્યારે રેલવે પસાર થાય ત્યારે પીલ્લરમાં કંપારી થતી હોવાની ફરિયાદો મળી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઇ આગમચેતી પગલા ભરવામાં આવ્યો નહોતો. પરિમાણે આજે દામાણી બ્રિજનો પિલ્લર નમી ગયો હતો. આતો જોગાનુંજોગ કે પિલ્લર નમીને તૂટી નથી પડ્યો, નહીં તો મોટી જાનહાનિ થઇ શકે તેમ હતી.