અમદાવાદ
અમદાવાદ: ગુરૂકુલમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા
અમદાવાદના ગુરૂકુલમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. નવા વર્ષની ઉજવણીને લઈ તમામ વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી મનાવવા ભેગા થયા હતા. પોલીસે બે દારૂની બોટલો કબ્જે કરી હતી.
વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે ગુરુકુલ રોડ પર આવેલા નિલમણી એપાર્ટમેન્ટમાં કેટલાંક યુવાનો દારૂની મહેફિલ માણે છે જેના આધારે પોલીસે દરોડો પાડી છ વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા. દારૂ પીધેલી હાલતમાં તેઓ બુમાબુમ કરતા હતા.તમામ વિદ્યાર્થીઓ ગીર સોમનાથ જિલ્લાના તલાલાના રહેવાસી છે અને પીજીમાં રહે છે.
પકડાયેલા વિદ્યાર્થીઓના નામ
1. વિજય સુંદરવા
2. શ્યામ અઘેરા
3. મિલન જેઠવા
4. માનવ બોરીચા
5. રાજ સિંગળા
6. જીત ઠકરા