અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને પ્રજાનો મળ્યો બહોળો પ્રતિસાદ
દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલ 12 દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ‘અહીં છે દરેક માટે કંઇ’નુ સુત્ર અપનાવ્યું હોય સામાન્ય લોકોને પણ તેમા ઉત્સાહભેર જોડાઇ રહ્યા છે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરભરના વેપારીઓએ ઉત્સાહભેર આ શોપિંગ ફેસ્ટિવલમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. આ ફેસ્ટિવલનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. તારીખ 17 જાન્યુઆરીથી શરૂ થયેલ ફેસ્ટિવલ 28 જાન્યુઆરી સુધી ચાલનાર છે.
https://www.youtube.com/watch?v=DzoyoyK7ujM&feature=youtu.be
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલલ અંતર્ગત શહેરભરમાં ઠેક ઠેકાણે જાહેર સાંસ્કૃતિક અને મ્યુઝિકલ કાર્યક્રમો રોજ સાંજે રજૂ કરવામાં આવે છે. જેમાના ઘણા કાર્યક્રમોનું મેનેજમેન્ટ નામાંકિત ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની શ્રી શારદા ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે. કવિ સંમેલન, સુગમ સંગીત, રોક બેન્ડ, હાસ્ય દરબાર, ભક્તિ સંધ્યા, સ્ટેન્ડ ઓફ મીમીક્રી અને બોલીવુડ ડાન્સ જેવા વિવિધ કાર્યક્રમો શહેરભરના અલગ-અલગ વિસ્તારોમાં ખાસ એલ.ઇ.ડી સ્ક્રીન સાથે તૈયાર કરાયેલા સ્ટેજ પર રજૂ કરવામાં આવે છે.
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના શહેરના વેપારીઓ અને ગ્રાહકો સહિત શહેરીજનોનો અદ્દભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને જોતા દર વર્ષે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેતો નવાઇ નહીં.