અમદાવાદ

અમદાવાદ: 17મી જાન્યુઆરીથી 28મી જાન્યુઆરી સુધી યોજાશે શોપિંગ ફેસ્ટિવલ, PM મોદી કરશે ઉદ્ઘાટન

વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન દ્વારા ગુજરાત સરકાર Indextb અને AMC ના સહયોગથી 17મી જાન્યુઆરી-2019 થી 28મી જાન્યુઆરી -2019 સુધી અમદાવાદ ખાતે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ શોપિંગ ફેસ્ટિવલ માં આશરે 25000 થી વધુ વેપારીઓ ભાગ લેશે .જે માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે. આ ફેસ્ટિવલ ના ભાગ રૂપે શહેરમાં અનેક સ્થળો એ લાઇટિંગ અને ડેકોરેશન કરવામાં આવશે ફેસ્ટિવલ માં ગ્રાહકો ને આકર્ષક ડિસ્કાઉન્ટ ની સાથે સાથે 10 કરોડના ઇનામો જીતવાની તક પણ મળશે.

વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશન ના પ્રેસિડેન્ટ જયેન્દ્ર તન્ના એ જણાવ્યું કે “12 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલ માં સવારે 10 થી રાત્રી ના 10 વાગ્યા સુધી દર મિનિટે એક ઇનામ અને રાત્રી ના દસ થી બીજા દિવસે સવારના દસ સુધી દર કલાકે 20 ઇનામો આપવામાં આવશે. આ ઇનામોમાં રોજિંદી ઘર ઉપયોગી વસ્તુઓ,ઇલેક્ટ્રોનિક સામાન આપવામાં આવશે આ ઉપરાંત દરરોજ 36 બમ્પર ઇનામ આપવામાં આવશે જેની કિંમત 15 હજાર થી 25 હજાર સુધી ની રહેશે. અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ માં મેગા બમ્પર ડ્રો યોજાશે જેમાં ગ્રાહક ને કરોડો ના ઇનામો જીતવાની તક મળશે.

https://www.youtube.com/watch?v=2nsAFVMOF6s&feature=youtu.be

વધુમાં તેમને જણાવ્યું કે ” કપડાં, જવેલરી, સ્પા, સલુન,ઓટોમોબાઇલ, રેસ્ટોરેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ,મોબાઈલ ફોન, કીચન એપ્લાયન્સીસ, ફર્નિચર જેવી અનેક વસ્તુઓ ના ધંધાર્થીઓ આ ફેસ્ટિવલ મા જોડાઈ રહ્યા છે .wwwasfretailer.com થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે. આ ધંધાર્થી પોતાની દુકાન/શોરૂમ માં જ બેસી ને વેપાર ધંધો કરશે. દરેક દુકાનદારે 1999 રૂપિયા (જીએસટી સાથે) નું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જે રજીસ્ટ્રેશન કરાવશે તેમને એક પબ્લીસીટી કીટ આપવામાં આવશે. જેમાં અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ ની સ્ટેન્ડી, ટી શટઁ, કેપ , વિ. હશે. આવા વેપારીઓનુ વેબસાઇટ પર પ્રમોશન પણ કરવામાં આવશે.

વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઈઝીંગ ફેડરેશનના સેક્રેટરી અનિલ સંઘવી એ જણાવ્યું કે “આગામી દિવસો માં અમે વેપારીઓ ને જાગૃત કરવા માટે સેટેલાઈટ, બાપુનગર, રિલીફ રોડ, ગાંધી રોડ, મણિનગર ખાતે રોડશો નું આયોજન કરીશું. 17 મી જાન્યુઆરી એ ઓપનિંગ સેરીમની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે.18મી જાન્યુઆરી થી મ્યુઝિકલ પ્રોગ્રામો ,ડાયરો, 26મી જાન્યુઆરી એ કાંકરિયા ખાતે મ્યુઝિકલ કોન્સર્ટ,દરરોજ સવારે યોગા,મેડિટેશન,લાફિંગ થેરાપી,એરોબિક,ઝુમ્બા જેવા કાર્યક્રમો નુ આયોજન પણ કરવામા આવ્યુ છે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પર ફલી માર્કેટ,વુમન એન્ટ. માર્કેટ, ફૂડ માર્કેટ,લાઈવ ઓર્કેસ્ટ્રા,સ્ટેન્ડિંગ કોમેડી,લાઈવ બેન્ડ,નોલેજ સિરીઝ,(જાણીતા વકતાઓ દ્વારા જુદા જુદા વિષયો પર સંબોધન),ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ,ગુજરાતી નાટકો, થિયેટર એક્ટિવિટીઝ નું આયોજન પણ કરવામાં આવ્યુ છે .

અમદાવદ શોપિંગ ફેસ્ટિવલ માં જોડાવવાથી વેપારીઓ ને વેપાર ધંધા નો વ્યાપ વધારવાની ઉજ્જવળ તક ની સાથે સાથે નવા ગ્રાહકો ને આકર્ષાવાની તક પણ મળશે. ફેડરેશન તરફ થી બ્રાન્ડિંગ મટીરીયલ આપવામાં આવશે,અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ ની મોબાઈલ એપ્લિકેશન માં વેપારી ની ધંધાકીય વિગતો અને ઓફર નું લિસ્ટિંગ કરવામાં આવશે,અને રજીસ્ટર્ડ વેપારીઓ ને પણ 1 કરોડ ના ઇનામો જીતવાની તક મળશે જેના માટે નો રજીસ્ટર્ડ રિટેલર ડ્રો અલગ થી કરવામાં આવશે.

અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ ૨૦૧૯ રોડ શો વિષે ની માહિતી:

ગુજરાત સરકાર , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા વેપારી મિત્રો ના સહયોગથી અમદાવાદ શહેર માં આગામી તા. 17 જાન્યુઆરી થી 28 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ 2019 નું આયોજન કરેલ છે. આ આયોજન ને સફળ બનાવવા માટે તારીખ 6/1/2019 રવિવાર ના રોજ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો માં * ધારાસભ્ય શ્રી કિશોરભાઈ ચૌહાણ તથા ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ અન્ય *મહાનુભાવો સાથે વેપારી મિત્રો મોટી સંખ્યામાં હાજરી આપશે. આ રોડ શો માં મોટી સંખ્યામાં હાજરી આપવા નમ્ર વિનંતી છે.

રોડ શો રૂટ:
પ્રહલાદ નગર ગાર્ડન – હરણ સર્કલ – આનંદ નગર – રાહુલ ટાવર ચાર રસ્તા – સીમા હોલ – ધનંજય ટાવર – શ્યામલ ચાર રસ્તા – ડાબી બાજુ સોમેશ્વર જૈન દેરાસર – ડી માર્ટ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – જોધપુર ચાર રસ્તા * જમણી તરફ * માનસી ચાર રસ્તા – જજીસ બંગલા ચાર રસ્તા – પકવાન ચાર રસ્તા પૂણાઁહુતી।

બાપુનગર તારીખ – ૦૮/૦૧/૨૦૧૯ મંગળવાર
બપોરે :- 11:00 વાગે બપોરે
શ્યામ શિખર કોમ્પ્લેક્ષ – ઇન્ડિયા કોલોની – સરદાર મોલ – ખોડિયાર માતા મંદિર – શુકન ચોકડી – કુંજ મોલ – ડી માર્ટ – મનોહર વિલા ચોકડી – બાપા સીતારામ ચોક – સરદાર ચોક.

મણીનગર તારીખ – ૧૦/૦૧/૨૦૧૯. ગુરુવાર
કાંકરિયા ગેટ નંબર ૨ – અપ્સરા સિનેમા સામે – પુલિજ્જત ખમણ – રામબાગ – ફીરકી ચાર રસ્તા – મણીનગર ચાર રસ્તા – મણિનગર રેલવે સ્ટેશન – ગોપાલ ટાવર – મણીનગર બસ સ્ટેશન – રેલવે સ્ટેશન રોડ – દક્ષિણિ ફાટક – સ્વામિનારાયણ મંદિર – જવાહર ચોક ચાર રસ્તા.

સીટી વિસ્તાર સમય – ૧ થી ૪ તારીખ – ૧૨/૦૧/૨૦૧૯, શનિવાર
રૂપાલી સિનેમા – લકી રેસ્ટોરન્ટ કોર્નર – M.G. હવેલી – સિદી સૈયદની જાળી – વિજળી ઘર – જૂની રિલીફ સિનેમા – પથ્થર કુવા – ઘી કાંટા ચાર રસ્તા – રતનપોળ ચાર રસ્તા – ઝવેરીવાડ – કેલિકોડોમ ચાર રસ્તા – કાલુપુર પોલીસ ચોકી ચાર રસ્તા – જકકરિયા મસ્જિદ – રેવડી બજાર ચાર રસ્તા – કાલુપુર રેલવે સ્ટેશન – જમણી બાજુ – સનરાઈઝ રેસ્ટોરન્ટ – BBC માર્કેટ – પાંચ કુવા કાપડ મહાજન – સિંધી માર્કેટ – સારંગપુર પાણીની ટાંકી થઈ ઘંટાકર્ણ માર્કેટ – ન્યુ ક્લોથ માર્કેટ – સફલ 3 – પૂર્ણાહુતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button